दुनिया

‘ફેસબુક-ઈન્સ્ટા બાળકો માટે ઘાતક…’, અમેરિકાની કોર્ટે Meta ને ફટકાર્યો 3100 કરોડ રૂપિયાનો દંડ | Meta Fined 375 Million: Court Penalizes Mark Zuckerberg’s Company



Meta Facebook Meta News : સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) માટે એક મોટો આંચકો સામે આવ્યો છે. અમેરિકાની એક અદાલતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાને બાળકોની માનસિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા જોખમો છુપાવવા બદલ દોષી ઠેરવી છે. ન્યૂ મેક્સિકોમાં ચાલેલી સાત અઠવાડિયાની લાંબી સુનાવણી બાદ, જ્યુરીએ કંપની પર 375 મિલિયન ડોલર (આશરે ₹3100 કરોડ) નો તોતિંગ દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે.

નફા માટે બાળકોના સ્વાસ્થ્યનું બલિદાન?

અદાલતમાં રજૂ કરવામાં આવેલી દલીલો મુજબ, મેટાને સારી રીતે ખબર હતી કે તેના પ્લેટફોર્મ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) બાળકો માટે માનસિક રીતે જોખમી સાબિત થઈ શકે છે, તેમ છતાં કંપનીએ ક્યારેય આ જોખમો જાહેર કર્યા નથી. સરકારી વકીલોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીએ યુઝર્સની સુરક્ષા કરતા પોતાના આર્થિક નફાને વધુ પ્રાથમિકતા આપી હતી. જ્યુરીએ પણ સ્વીકાર્યું છે કે મેટાએ પ્લેટફોર્મ પર બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા જોખમો અને માનસિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોની જાણકારી જાણી જોઈને છુપાવી હતી.

હજારો વખત નિયમોનું ઉલ્લંઘન

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અદાલતે મેટાને માત્ર એક ભૂલ માટે નહીં, પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદાના હજારો વખત ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર ગણી છે. કંપનીએ બાળકોની ઓછી ઉંમર અને અનુભવહીનતાનો ગેરલાભ ઉઠાવીને ભ્રામક માહિતી આપી અને અનુચિત વ્યાપારી રીત-રસમો અપનાવી હતી. દરેક ઉલ્લંઘન માટે અલગથી દંડ નક્કી કરવામાં આવ્યો છે, જે કુલ મળીને કરોડો રૂપિયામાં પહોંચ્યો છે.

ટેક કંપનીઓ માટે લાલબત્તી

નિષ્ણાંતો આ ચુકાદાને સોશિયલ મીડિયા કંપનીઓ માટે એક મોટો સંદેશ માની રહ્યા છે. આ નિર્ણયથી ભવિષ્યમાં ટેક કંપનીઓ પર બાળકોની સુરક્ષાને લઈને વધુ કડક નિયમો લાગુ થઈ શકે છે. જોકે, મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવી શક્યતા છે કે કંપની આ આકરા ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારશે.



Source link

Related Articles

Back to top button