दुनिया

ટ્રમ્પનો ફરી મોટો દાવો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત | Trump Claims Iran Agreement: Secret Gift Received and Nuclear Program Halt



Donald Trump Big Claim About War : મિડલ ઈસ્ટના ભીષણ જંગ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર અચાનક બદલાયા છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે અને તેણે ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર ન રાખવાની તૈયારી દર્શાવી છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

શું છે આ ‘ખાસ ભેટ’?

ટ્રમ્પે રહસ્યમય રીતે જણાવ્યું કે ઈરાની નેતૃત્વએ અમેરિકાને એક ‘મોટી ભેટ’ મોકલી છે, જેની કિંમત ઘણી વધારે છે. આ ભેટ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અને તેલ પુરવઠા સાથે જોડાયેલી છે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે, “તે કોઈ પરમાણુ હથિયાર નથી, પરંતુ તે તેલ અને ગેસ સાથે જોડાયેલી અત્યંત મહત્વની બાબત છે. આ ભેટ પરથી સાબિત થાય છે કે અમે યોગ્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ.”

અમેરિકાએ જંગ જીતી લીધો: ટ્રમ્પ

પોતાની લાક્ષણિક શૈલીમાં ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાન સામેનો જંગ જીતી લીધો છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે હવે અમેરિકાના વિમાનોને રોકવાની કોઈ ક્ષમતા રહી નથી અને તેહરાન પર અમેરિકાના વિમાનો સતત ઉડી રહ્યા છે. ટ્રમ્પના મતે, જો અમેરિકાએ હુમલો ન કર્યો હોત તો ઈરાન બે અઠવાડિયામાં જ પરમાણુ શક્તિ બની ગયું હોત અને તેનો ઉપયોગ ઈઝરાયલ સહિત સમગ્ર મિડલ ઈસ્ટ પર કરી શક્યું હોત.

વાતચીતની કમાન ખાસ દૂતોના હાથમાં

આ શાંતિ કરાર માટે ટ્રમ્પે પોતાની ખાસ ટીમ મેદાને ઉતારી છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. આ ટીમ ઈરાન સાથે યુદ્ધ વિરામ અને તેલ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા માટે સતત સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button