दुनिया

યુદ્ધનો અંત નજીક? ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા રાજી: રિપોર્ટ | US Iran Peace Talks Mojtaba Khamenei Ready for Deal as Trump Pauses Attacks


US-Iran Peace Talks: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને આજે 25 દિવસ પૂર્ણ થયા છે. એક તરફ બંને પક્ષો વચ્ચે વિસ્ફોટક હુમલાઓ ચાલુ છે, તો બીજી તરફ યુદ્ધવિરામ માટેના સંકેતો પણ મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ હવે આ જંગનો અંત લાવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. સાઉદી અરેબિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોજતબા ખામેનેઈ કેટલીક શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા અને સમજૂતી કરવા માટે સંમત થયા છે, જે આ યુદ્ધમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.

ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દિશામાં હકારાત્મક સંકેતો આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર પોસ્ટ કરીને ઈરાન સાથેની વાતચીતને પ્રોત્સાહક ગણાવી છે. આ વાટાઘાટોને સફળ બનાવવા માટે ટ્રમ્પે આગામી 5 દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના મતે, શાંતિ સ્થાપવા માટેની આ ચર્ચાઓ આગામી આખું અઠવાડિયું ચાલુ રહેશે, જેથી મધ્ય પૂર્વમાં વ્યાપેલો તણાવ ઓછો કરી શકાય.

આ પણ વાંચો: ઈઝરાયલ પર ઈરાનના ભીષણ મિસાઈલ હુમલા, ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ, તેલ અવીવમાં તબાહી

પાકિસ્તાનમાં બેઠકની અટકળો પર ઈરાનનો જવાબ

બીજી તરફ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનની મહત્ત્વની બેઠક થઈ શકે છે. જ્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટને પૂછવામાં આવ્યું કે શું અમેરિકન પ્રતિનિધિ મંડળ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ ઈસ્લામાબાદમાં ઈરાની અધિકારીઓને મળવાના છે, ત્યારે તેમણે જણાવ્યું કે, આ સંવેદનશીલ ડિપ્લોમેટિક ચર્ચાઓ છે અને અમે પ્રેસ દ્વારા આની જાહેરાત કરીશું નહીં. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ અટકળોને અંતિમ માનવી જોઈએ નહીં.


યુદ્ધનો અંત નજીક? ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા રાજી: રિપોર્ટ 2 - image



Source link

Related Articles

Back to top button