दुनिया

ઝકરબર્ગ પોતાના સીઈઓના રોલમાં મદદરૂપ એઆઈ ટૂલ વિકસાવી રહ્યો છે | Zuckerberg is developing an AI tool to help him in his role as CEO



મેટાની નવી વ્યૂહરચનાનો ભાગ 

કંપનીએ અન્ય કર્મચારીઓને પણ તેમની કામગીરી કરી શકે તેવી નવી એઆઈ ટૂલ્સ ડેવલપ કરવાનો નિર્દેશ આપ્યો છે  

કેલિફોર્નિયા: અનેક કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અપનાવી રહી છે. જ્યારે, ઘણી કંપનીઓએ કર્મચારીઓ માટે એઆઈનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. ત્યારે, મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ એઆઈનો અનોખો ઉપયોગ કરી રહ્યા છે. ઝકરબર્ગ પોતાના સીઈઓ રોલમાં મદદરૂપ થાય તેવી એઆઈ સિસ્ટમ વિકસાવી રહ્યા છે. 

આ એઆઈ સિસ્ટમ હાલ વિકાસના તબક્કામાં છે. તેનો મુખ્ય હેતુ વિવિધ ટીમો પાસેથી માહિતી મેળવવામાં લાગતા સમયને ઘટાડવાનો રહેશે. અહેવાલ મુજબ, આ પહેલ મેટાની એઆઈ વ્યૂહરચનાનો ભાગ છે. જેમાં કંપની આંતરિક કામકાજમાં એઆઈનો વધુ ઉપયોગ કરવા તરફ આગળ વધી રહી છે. કર્મચારીઓને પણ આવા એઆઈ ટૂલ્સને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જો  ઝકરબર્ગનો  આ પ્લાન સફળ રહેશે તો ભવિષ્યની અનેક કંપનીના સીઈઓ એઆઈ બોટ્સ જ હશે. આ સાથે જ ટેક ઉદ્યોગમાં એઆઈ ભવિષ્યના મેનેજમેન્ટમાં કેટલો ભાગ ભજવશે તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. ગૂગલના સુંદર પિચાઈએ તાજેતરમાં જ કહ્યું હતું કે, એઆઈ તેમનું ઘણું કામ આરામથી કરી શકે છે.



Source link

Related Articles

Back to top button