दुनिया

ઈરાને યુદ્ધ રોકવા ટ્રમ્પ સામે બે શરતો મૂકી! પાકિસ્તાનમાં મધ્યસ્થી બેઠકની અટકળો પર જાણો અમેરિકાનો જવાબ | Iran Sets 2 Conditions for Ceasefire Amid War Escalation with Israel



Israel-Iran Conflict Escalates: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ઈરાન પણ ઈઝરાયલ પર વળતાં પ્રહાર કરી રહ્યું છે. એવામાં ઈરાને અમેરિકા સામે યુદ્ધ રોકવા માટે બે શરતો મૂકી છે. 

ઈરાનની બે મોટી શરતો:

1. આર્થિક પ્રતિબંધો હટાવવા: ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધોને અમેરિકાએ સંપૂર્ણપણે હટાવવા પડશે.

2. યુદ્ધના નુકસાનની ભરપાઈ: યુદ્ધને કારણે ઈરાનને જે સૈન્ય અને માળખાગત નુકસાન થયું છે, તેનું વળતર અમેરિકાએ ચૂકવવું પડશે.

ટ્રમ્પ માત્ર શેર માર્કેટથી કમાણી કરવા માંગે છે: ઈરાન 

ટ્રમ્પના દાવા મુજબ, અમેરિકા સીઝફાયર માટે ઈરાનના એક ‘ટોચના અને સન્માનિત’ નેતા સાથે સતત સંપર્કમાં છે. બીજી તરફ, ઈરાને આ દાવાઓને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે. ઈરાનનું કહેવું છે કે ટ્રમ્પ માત્ર તેલના બજારમાં ભાવને નિયંત્રિત કરવા અને શેર માર્કેટને ઉપર લાવવા માટે આવા દાવા કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં બેઠકની અટકળો પર ઈરાનનો જવાબ

બીજી તરફ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનની મહત્ત્વની બેઠક થઈ શકે છે. જ્યારે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટને પૂછવામાં આવ્યું કે શું અમેરિકી પ્રતિનિધિ મંડળ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ ઈસ્લામાબાદમાં ઈરાની અધિકારીઓને મળવાના છે, ત્યારે તેમણે જણાવ્યું કે, આ સંવેદનશીલ ડિપ્લોમેટિક ચર્ચાઓ છે અને અમે પ્રેસ દ્વારા આની જાહેરાત કરીશું નહીં. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ અટકળોને અંતિમ માનવી જોઈએ નહીં.



Source link

Related Articles

Back to top button