ભારતના વધુ બે જહાજ હોર્મુઝ પાર કરીને આવી રહયા છે, ઉર્જા સંકટમાં રાહતના સમાચાર | Two more ships are crossing Hormuz and coming to India news of relief in energy crisis

![]()
નવી દિલ્હી,૨૩ માર્ચ,૨૦૨૬,સોમવાર
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના ઉર્જા સંકટ વચ્ચે ભારતીય ધ્વજ ધરાવતા બે એલપીજી ટેન્કર ફારસની ખાડી પાર કરીને આગળ વધી રહયા છે અને આજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી શકે છે. આ જહાજ એક એવા રુટ પરથી પસાર થઇ રહયા છે જે ઇરાન નો કબ્જો ધરાવતું જળક્ષેત્ર છે. નિષ્ણાતોનું માનવું છે કે તહેરાન ચેક પોઇન્ટ બનાવીને જહાજોના આવન જાવનને નિયંત્રિત કરવા ઇચ્છે છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર બંને ભારતીય જહાજો એલપીજી ટેન્કર પાઇન ગેસ અને જગ વસંત સોમવારે બપોર સુધીમાં ઇરાનના લારક અને કેશ્મ ટાપુ વચ્ચેના જળક્ષેત્રની નજીક પહોંચ્યું હતું. આ જહાજો ૨૬ થી ૨૮ માર્ચ સુધીમાં ભારત પહોંચે તેવી શકયતા છે.
બંને ટેન્કરો એક બીજાની નજીકથી આગળ વધી રહયા છે. આ ટેન્કરો ભારતીય જહાજ હોવાાનો સંકેત આપી રહયા છે. એવું માનવામાં આવે છે કે આ સંકેત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નજર રાખતી ઇરાની ઓથોરિટીઝ વચ્ચે ગેર સમજણ ના થાય તે માટેના છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક સાંકળો સમુદ્રી માર્ગ છે જે ઇરાન અને ઓમાન વચ્ચે આવેલો છે અને ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. ભારત યુધ્ધ શરુ થયા પછી અનેક દિવસોથી ઇરાન ડિપ્લોમેટિક અધિકારીઓના સંપર્કમાં છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતીય જહાજો સુરક્ષિત પસાર થાય તે માટે સંવાદ થાય છે. કેટલાક દિવસ પહેલા ટેન્કર શિવાલિક અને નંદા દેવી પણ હોર્મુઝના માર્ગેથી સફળતાપૂર્વક ભારત આવ્યા હતા. (પ્રતિકાત્મક ઇમેજ)



