રશિયાએ ભારતની વિદેશનીતિના કર્યા વખાણ, કહ્યું,-‘વર્ષ 2026માં PM મોદીના સ્વાગત માટે ઉત્સાહિત’ | russian foreign minister sergey lavrov says welcoming pm modi in 2026

![]()
| ફાઈલ તસવીર |
Russia India Trade: ખાડી દેશોમાં યુદ્ધના માહોલ વચ્ચે રશિયાએ ભારતની વિદેશનીતિના ભારોભાર વખાણ કર્યા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત અને રશિયાના સંબંધો પર મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર જોર આપ્યું, આજે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત છે અને મિત્રતા પર આધાર રાખે છે. રશિયાના વિદેશ મંત્રીએ દ્વિપક્ષીય સંબંધોના નવા એજન્ડા માટે બીજા આંતરરાષ્ટ્રીય સંમેલનના વીડિયો સંબોધનમાં આ વાત ટાંકી હતી.
રશિયા વડા પ્રધાન મોદીના સ્વાગત માટે આતુર
આ દરમિયાન સર્ગેઈ લાવરોવેએ ચાલુ વર્ષે વડા પ્રધાન મોદીના રશિયા પ્રવાસ અંગે પણ સંકેત આપ્યો, તેમણે કહ્યું કે, અમે 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં સ્વાગત કરવા માટે આતુર છીએ. ભારત અને રશિયાનો સંબંધ સમાનતા, વિશ્વાસ અને સન્માન પર આધાર રાખે છે.
વેપાર 100 બિલિયન ડોલર પહોંચાડવાનું લક્ષ્ય
સંબોધનમાં સર્ગેઈ લાવરોવે પુતિનની ભારત યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે રાષ્ટ્ર પ્રમુખ પુતિન ડિસેમ્બર 2025માં ભારત યાત્રા પર હતા, ત્યારે બંને દેશો વચ્ચે રણનૈતિક લક્ષ્ય સ્પષ્ટ થયા અને નવી નીતિગત કરારો પર સહી કરવામાં આવી. આ સાથે જ લાવરોવે બંને દેશો સાથે આર્થિક સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું કે, વર્ષ 2025માં દ્વિપક્ષીય વેપાર લગભગ 60 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. 2030 સુધીમાં તેને 100 બિલિયન ડોલર પહોંચાડવાનું લક્ષ્ય છે. તેના માટે લોજિસ્ટિક, ટેકનિકલ અને રોકાણમાં બંને દેશો વચ્ચે સહયોગ સતત વધારવામાં આવશે. જેવો કે ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ઉત્તરી દરિયાઈ માર્ગનો વિકાસ
ભારતની વિદેશ નીતિના કર્યા વખાણ
સર્ગેઈ લાવરોવે કહ્યું કે હાલમાં 96 ટકા વેપાર રાષ્ટ્રીય ચલણમાં થઈ રહ્યો છે. આ સાથે રશિયન વિદેશમંત્રીએ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને રણનૈતિક છૂટછાટના વખાણ કરતાં ઉમેર્યું કે ભારત ઉભરતી બહુધ્રુવીય દુનિયામાં એક પ્રમુખ રાજનૈતિક અને આર્થિક કેન્દ્રના રૂપે પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. હાલમાં વૈશ્વિક સંકટ ખાસ કરીને ખાડી દેશોમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત સામે દ્વિપક્ષીય સહયોગ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. રશિયા ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન આપવા તૈયાર છે. ખાસ કરીને આ વર્ષે ભારત જ્યારે BRICSનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે.



