दुनिया

5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની ‘સિક્રેટ વાતચીત’ બાદ ટ્રમ્પનો યુ-ટર્ન | Donald Trump Pauses Iran Strikes for 5 Days After Secret Talks


Donald Trump Pauses Iran Strikes for 5 Days | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ખૂબ જ સકારાત્મક વાતચીત ચાલી રહી છે. 

ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા: ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે. 

હવે આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે.

5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની 'સિક્રેટ વાતચીત' બાદ ટ્રમ્પનો યુ-ટર્ન 2 - image

શાંતિ માટેનો નવો માર્ગ? 

ટ્રમ્પના આ આદેશથી હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું યુદ્ધનું વાતાવરણ અત્યારે શાંત પડ્યું છે. જો આ મંત્રણા સફળ રહેશે તો આગામી દિવસોમાં યુદ્ધનો કાયમી ઉકેલ આવી શકે છે. ટ્રમ્પે આ મંત્રણાને ‘કન્સ્ટ્રક્ટિવ’ ગણાવી છે, જે દર્શાવે છે કે બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.



Source link

Related Articles

Back to top button