दुनिया

ન્યૂયોર્ક એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પ્લેન અને ફાયર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, અનેક ઈજાગ્રસ્ત | New York Airport Accident: Air Canada Plane Collides with Fire Truck



New York Airport Accident: અમેરિકાના ન્યૂયોર્ક એરપોર્ટ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એર કેનેડાનું એક વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે વિમાન અને ટ્રક બંનેને નુકસાન થયું છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં અનેક મુસાફરો અને સ્ટાફ મેમ્બર ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના કારણોસર હાલમાં એરપોર્ટને ઓપરેશન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેન અને ટ્રકની ભીષણ ટક્કર જોઈ શકાય છે. રાહત અને બચાવ કાર્ય હાલમાં ચાલુ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.



Source link

Related Articles

Back to top button