दुनिया

LIVE: ઈઝરાયલ પર ‘ક્લસ્ટર’ મિસાઈલ હુમલો, પાકિસ્તાનમાં ઇંધણના ભાવમાં 200%નો વધારો, પોપ લિયોએ વ્યક્ત કરી વેદના | US Israel Iran War LIVE Updates March 23: Cluster Missiles Hit Israel



US-Israel-Iran War LIVE Updates: ઈરાને હવે આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ પર ભયાનક હુમલાઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા પણ મજબૂત રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ સૌની વચ્ચે હોર્મુઝની ખાડી બંધ હોવાથી દુનિયાભરમાં ઓઈલ સંકટ પેદા થઇ રહ્યું છે. 

હોર્મુઝ ખુલશે તો જ સંકટ ટળશે: IEA

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે હાલનું ઉર્જા સંકટ 1970ના દાયકા કરતા પણ વધુ ગંભીર છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ઠપ થઈ ગઈ છે.

ઈરાનની અનોખી ચાલ

ઈરાનના લડવૈયાઓ હવે તેમની બેલેસ્ટિક મિસાઈલો પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના ફોટા લગાવી રહ્યા છે, કારણ કે સાંચેઝે ઈરાન વિરુદ્ધના યુદ્ધની ટીકા કરી હતી.

પોપ લિયોની ભાવુક અપીલ

પોપ લિયોએ આ યુદ્ધને માનવતા માટે ‘કલંક’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ યુદ્ધની પીડા ઈશ્વર સુધી પહોંચતી એક કીકિયારી સમાન છે.

ઈઝરાયલના આકાશમાં મિસાઈલોનો વરસાદ

સોમવારે મધ્યરાત્રિએ ઈરાને ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંક પર ‘ક્લસ્ટર’ વોરહેડથી સજ્જ મિસાઈલો છોડી હતી. આખા આકાશમાં ભયાનક રોશની અને સાયરનનો ગુંજારો સંભળાઈ રહ્યો હતો.

પાકિસ્તાનમાં હાહાકાર: પેટ્રોલના ભાવમાં 200% વધારો

યુદ્ધની સીધી અસર પડોશી દેશ પાકિસ્તાન પર પડી છે. શહેબાઝ શરીફ સરકારે હાઈ-ઓક્ટેન ઈંધણ પર ટેક્સ વધારીને કિંમત ₹100 થી સીધી ₹300 પ્રતિ લિટર કરી દીધી છે.

અમેરિકાએ ઈરાની ડ્રોન તોડી પાડ્યા

U.S. Central Command (CENTCOM) એ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના અનેક ‘વન-વે એટેક’ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા છે.

લેબનાન સરહદે ઈઝરાયલનું ‘ઓપરેશન ક્લીન’

ઈઝરાયલે હવે લેબનાન સરહદે પોતાની સેનાની મોટી ટુકડી તૈનાત કરી છે. હિઝબુલ્લાહના રોકેટ હુમલાના જવાબમાં IDF એ ઓપરેશન શરૂ કર્યું છે.

ટ્રમ્પ વિરુદ્ધ ઈરાન: હોર્મુઝ વિવાદ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે હોર્મુઝ સત્તાવાર રીતે બંધ નથી, પરંતુ અમેરિકાના યુદ્ધને કારણે વીમા કંપનીઓ ડરી ગઈ હોવાથી જહાજો આવતા નથી.



Source link

Related Articles

Back to top button