दुनिया

‘તમે તો અહીંના લોકોને આઝાદી અપાવવા આવ્યા હતા…’ ટ્રમ્પના 48 કલાકના અલ્ટિમેટમ મુદ્દે ઈરાન ભડક્યું | US Iran War Update: Tehran Rejects Trump’s 48 Hour Ultimatum Amid Diego Garcia Attack



US-Iran War Update : અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ભયાનક સ્થિતિમાં પહોંચી ગયું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશોએ એકબીજાને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. અમેરિકાએ ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ જલડમરુમધ્ય ખોલવામાં નહીં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવશે. આ ધમકીના જવાબમાં ઈરાને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જો તેમના પાવર પ્લાન્ટ્સ પર હુમલો થશે તો સમગ્ર ખાડી વિસ્તારમાં અંધારપટ છવાઈ જશે.

ડિએગો ગાર્સિયા પર ઈરાનનો હુમલો

ઈરાને પોતાની સૈન્ય તાકાત બતાવતા હિંદ મહાસાગરમાં સ્થિત અમેરિકાના અત્યંત મહત્ત્વના સૈન્ય મથક ડિએગો ગાર્સિયા પર બે બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. નોંધનીય છે કે હવે ઈરાન 4,000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે.

આ પણ વાંચો : 80 દેશમાં 750 બેઝ કેમ્પ અને હજારો સૈનિકો, જાણો દુનિયાના ખૂણે-ખૂણે કેમ તહેનાત છે અમેરિકન સૈનિકો

ઈરાનની સેના નબળી પડી : અમેરિકાનો દાવો

અમેરિકા હાલ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાનના સંચાર નેટવર્ક અને મિસાઈલ લોન્ચ પેડ્સને નિશાન બનાવી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે, ઈરાનની નૌસેના અને વાયુસેના નબળી પડી છે પરંતુ ઈરાને ઈઝરાયેલના ડિમોના અને અરાદ જેવા શહેરો પર હુમલા કરીને પોતાની સક્ષમતા પુરવાર કરી છે. છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા આ સૈન્ય સંઘર્ષમાં અત્યાર સુધી 1,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધના કારણે વૈશ્વિક તેલ બજારમાં પણ ભારે સંકટ ઊભું થયું છે અને કૂટનીતિક પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો : હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે



Source link

Related Articles

Back to top button