दुनिया

ઈઝરાયલે લાઈવ કવરેજ વચ્ચે જ કેમેરામેન પર મિસાઈલ હુમલો કર્યો, જુઓ ભયાનક VIDEO | Israel Missile Hits Cameraman During Live Coverage in Lebanon Shocking Video



Israel Airstrike: દક્ષિણ લેબનોનમાંથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઈઝરાયલી હવાઈ હુમલા દરમિયાન લાઈવ રિપોર્ટિંગ કરી રહેલા રશિયન પત્રકાર અને તેમના કેમેરામેન પર મિસાઈલ ત્રાટક્યું હતું. આ ભયાનક ઘટનામાં પત્રકાર અને કેમેરામેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, રશિયન સંવાદદાતા સ્ટીવ સ્વીની અને તેમના કેમેરામેન અલી રીદા, દક્ષિણ લેબનોનના લિટાની નદી પર આવેલા વ્યૂહાત્મક ‘અલ-કાસમિયા બ્રિજ’ પાસે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એકાએક ઈઝરાયલી મિસાઈલ તેમની અત્યંત નજીક આવીને પડ્યું હતું.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પત્રકાર ધુમાડાના ગોટા વચ્ચે જીવ બચાવવા દોડી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં ડોકટરો પત્રકારના હાથમાંથી મિસાઈલના છરા કાઢતા જોવા મળે છે. હુમલા બાદ બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નેતન્યાહૂએ LIVE આવીને કહ્યું – હું જીવીત છું, 20 દિવસના યુદ્ધમાં ઇરાન બરબાદ થયું

પત્રકારોનો ગંભીર આક્ષેપ

કેમેરામેન અલી રીદાએ હોસ્પિટલમાંથી આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે ‘પ્રેસ’ તરીકેની સ્પષ્ટ ઓળખ હોવા છતાં તેમના પર ઈરાદાપૂર્વક નિશાન સાધીને હુમલો કરવામાં આવ્યો હતો. સ્ટીવ સ્વીનીએ પણ સોશિયલ મીડિયા (X) પર આ હુમલાને ‘ટાર્ગેટેડ એટેક’ ગણાવ્યો છે.

રશિયા અને ઈઝરાયલના સામસામે પ્રહાર

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ ઘટનાની આકરી નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, ‘પત્રકારો પરનો આ હુમલો કોઈ અકસ્માત નથી પરંતુ ગંભીર અપરાધ છે.’ બીજી તરફ ઈઝરાયલી સૈન્યએ સ્પષ્ટતા કરી છે કે આ પુલનો ઉપયોગ હિઝબુલ્લાહ દ્વારા શસ્ત્રોની હેરાફેરી માટે કરવામાં આવતો હોવાથી તેને નિશાન બનાવાયો હતો. ઈઝરાયલે દાવો કર્યો કે કાર્યવાહી પહેલા નાગરિકોને અનેકવાર ચેતવણી આપવામાં આવી હતી અને તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે.

ફરી મેદાનમાં ઉતર્યા સ્ટીવ સ્વીની

હોસ્પિટલમાંથી સારવાર લઈ રજા મળ્યા બાદ, સ્ટીવ સ્વીની હિંમત હાર્યા વગર ફરીથી ફિલ્ડ રિપોર્ટિંગમાં જોડાઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક મજબૂત સંદેશ દ્વારા ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે. નોંધનીય છે કે, લિટાની નદી પરનો આ માર્ગ હાલ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બન્યો છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી હુમલાઓ તેજ થયા છે.મ



Source link

Related Articles

Back to top button