મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીની ત્રણ દેશોના વડા સાથે મંત્રણા, શાંતિ માટે અપીલ | pm narendra modi calls french president emmanuel macron West Asia urgent need de escalation

![]()
US Israel Iran War: પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. પીએમ મોદીએ આ પહેલા મલેશિયાના વડાપ્રધાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પણ તેમણે પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરી હતી.
‘તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત’
પીએમ મોદીએ લખ્યું કે, ‘મેં મારા મિત્ર, પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત સાથે સંવાદ અને કૂટનીતિ તરફ પાછા ફરવા અંગે વાત કરી છે. અમે આ ક્ષેત્ર અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે અમારા ગાઢ સંકલનને ચાલુ રાખવા માટે તત્પર છીએ.’
પીએમ મોદીએ મલેશિયાના વડાપ્રધાન સાથે પણ કરી વાત
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે, ‘મેં મારા મિત્ર, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે વાત કરી અને આગામી ઈદ-ઉલ-ફિત્રના અવસર પર તેમને અને મલેશિયાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.’
ઓમાનના સુલતાન સાથે પણ કરી વાત
બુધવારે કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી હતી વાત
આ અગાઉ વડાપ્રધાને બુધવારે કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને તેમની સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સને કહ્યું કે, ‘હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ રહિત અવરજવર સુનિશ્ચિત કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે. અમે એ વાત પર સંમત થયા છીએ કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે નિરંતર રાજદ્વારી જોડાણ અત્યંત આવશ્યક છે. કુવૈતમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારી માટે સતત સમર્થન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.’


