दुनिया

ઇરાને હોર્મુઝમાં રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરી શકાય તેવી સુરંગ પાથરી છે, પૂર્વ ઇરાની કમાંડરનો દાવો | Iran has planted a remote controlled mine in Hormuz claims former Iranian commander



ટોક્યો,૧૭ માર્ચ,૨૦૨૬,સોમવાર 

હોર્મુઝ ખાડીમાં ઇરાનનું વર્ચસ્વ તોડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના કેટલાક દેશોને અનુરોધ કર્યો જેમાં જાપાનનો પણ સમાવેશ થતો હતો. જર્મની,સ્પેન,ચીન સહિતના દેશોની જેમ જાપાને પણ હા પાડી નહી. આ સમાચારના ૨૪ કલાક પછી ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશરી ગાર્ડ કોરના એક પૂર્વ કમાંડરે જાપાનને ઉલ્લેખીને ચેતવણી આપી છે કે જાપાન જો પોતાના ઇરાદો બદલીને હોર્મુઝમાં જહાજ મોકલશે તો ખતરાનો સામનો કરવો પડશે. 

પૂર્વ કમાંડરે હુસેન કેનાની મોહદામે જાપાનની સમાચાર એજન્સી એનએચકેને આપેલા સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે ઇરાને સમુદ્રમાં વિસ્ફોટક સુરંગ પાથરી છે જેમાં રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરી શકે છે. આ એવી સુરંગો છે જેને દૂર કરવી વાસ્તવમાં સંભવ નથી. જો જાપાનમાં આવેલા અમેરિકી થાણાનો ઇરાન પર હુમલા માટે ઉપયોગ કરવાનું કહેવામાં આવશે તો તે પણ ઇરાનના નિશાન પણ આવી શકે છે.ઇરાનના પૂર્વ કમાંડરે સ્પષ્ટતા કરી હતી કે જાપાન વ્યવસાયિક જહાજોને હોર્મુઝથી પસાર થવાની ઇરાન મંજુરી આપી શકે છે તેના માટે અમેરિકાને સમર્થન નહી આપવાની શરત હશે. જાપાન જો પોતાના વ્યવસાયિક જહાજો પસાર થવાની મંજુરી માંગશે તો અનુમતી આપવામાં આવશે કારણ કે ઇરાન અને જાપાન વચ્ચે કોઇ વેર નથી.



Source link

Related Articles

Back to top button