दुनिया

BIG NEWS | વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું | Trump Targets Cuba After Iran Venezuela I Can Do Anything I Want


Trump on Cuba: વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. સોમવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ટ્રમ્પે ક્યુબા પર કબજો મેળવવાના સંકેતો આપ્યા હતા, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જાગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ક્યુબા હાલમાં ખૂબ જ કથળેલી હાલતમાં છે અને તેને કોઈ પણ રીતે પોતાના હસ્તક લેવું એ એક મોટું સન્માન હશે. ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું કે, ‘હું ક્યુબાને મુક્ત પણ કરી શકું છું  અથવા પોતાની મરજી મુજબ ત્યાં કોઈ પણ કાર્યવાહી કરવા સક્ષમ છું, હું જે ઈચ્છું તે કરી શકું છું.’

અમેરિકાના આકરા પ્રતિબંધોને કારણે ક્યુબાની હાલત કફોડી

નોંધનીય છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઓઇલ પ્રતિબંધોને કારણે ક્યુબામાં હાલ ભારે કટોકટી સર્જાઈ છે. સોમવારે ક્યુબાની ઇલેક્ટ્રિક ગ્રીડ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં આખો દેશ અંધારપટમાં ડૂબી ગયો હતો. ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનેલે તાજેતરમાં જ જણાવ્યું હતું કે વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે છેલ્લા ત્રણ મહિનાથી દેશને ઇંધણનો કોઈ મોટો જથ્થો મળ્યો નથી, જેના કારણે પાવર જનરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 96 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલ વીજળીના અભાવે આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

આ પણ વાંચો: અમને પૂછીને શરૂ કર્યું હતું? ઈરાન સાથેના યુદ્ધમાં સાથીઓ શોધી રહેલા ટ્રમ્પને આ દેશે આપ્યો ઝટકો

ક્યુબામાં દાયકાઓ જૂનું શાસન બદલવા અમેરિકાનું ભારે દબાણ

ટ્રમ્પ વહીવટીતંત્ર ક્યુબામાં દાયકાઓથી ચાલી રહેલા એકપક્ષીય શાસનને બદલવા માટે આર્થિક દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા ક્યુબાના પ્રમુખને સત્તા પરથી હટાવવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ સંકટની શરૂઆત આ વર્ષે 3 જાન્યુઆરીએ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ થઈ હતી, કારણ કે વેનેઝુએલા ક્યુબાનું મુખ્ય સાથી અને ઇંધણ પૂરું પાડનારું રાષ્ટ્ર હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો છે અને ઈરાન સાથેનું યુદ્ધ પૂર્ણ થયા બાદ તેઓ ક્યુબા સાથે કોઈ ‘ડીલ’ કરશે અથવા કડક પગલાં ભરશે.


BIG NEWS | વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું 2 - image



Source link

Related Articles

Back to top button