दुनिया

ઈરાન સાથે મોટાપાયે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની સૌથી મોટી સૈન્ય તૈનાતી | us military deployment middle east iran war preparation 2026



US military deployment Middle East 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બનતા અમેરિકન નેવીએ મિડલ ઈસ્ટમાં પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે. હજારો મરીન સૈનિકો સાથે અમેરિકાનું શક્તિશાળી જહાજ ‘USS Tripoli’ જાપાનથી નીકળીને તાઈવાન અને ફિલિપાઈન્સના દરિયાઈ માર્ગે ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. અંદાજે 3.4 અબજ ડૉલરના ખર્ચે બનેલું અને 45,000 ટન વજન ધરાવતું આ જહાજ ‘લાઈટનિંગ કેરિયર’ તરીકે જાણીતું છે, જે રડારમાં પકડાયા વગર અત્યાધુનિક F-35B સ્ટેલ્થ ફાઈટર જેટ્સ દ્વારા હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

મિડલ ઈસ્ટમાં અમેરિકાના ત્રણ શક્તિશાળી જહાજોનો જમાવડો

હાલમાં મધ્ય પૂર્વમાં અમેરિકાના બે મોટા જહાજો ‘USS અબ્રાહમ લિંકન’ અને ‘USS જેરાલ્ડ આર. ફોર્ડ’ પહેલેથી જ તૈનાત છે. હવે ‘USS Tripoli’ના આગમન સાથે અમેરિકા પાસે આ વિસ્તારમાં 150થી વધુ ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની તાકાત થઈ જશે. વર્ષ 2003ના ઈરાક યુદ્ધ પછી અમેરિકન નેવીની આ સૌથી મોટી તૈનાતી માનવામાં આવી રહી છે. આ જહાજ પર 2,500થી વધુ મરીન સૈનિકો છે, જે સમુદ્ર માર્ગે જમીન પર ઉતરીને ઓપરેશન કરવાની ક્ષમતા ધરાવે છે, જે સૂચવે છે કે અમેરિકા હવે માત્ર હવાઈ હુમલા જ નહીં પરંતુ જમીની કાર્યવાહી માટે પણ તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો: ઈરાન વિરુદ્ધના યુદ્ધને ખતમ કરવા રશિયાનો માસ્ટર પ્લાન ટ્રમ્પે ફગાવ્યો! જાણો પળદાં પાછળનો ખેલ

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

આ ભારે તૈનાતી પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાનો નિર્ણય છે, જ્યાંથી વિશ્વનો 20% તેલનો પુરવઠો પસાર થાય છે. ઈરાનના સુપ્રીમ લીડર અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના નિવેદનો બાદ સ્થિતિ વધુ વણસી છે. અમેરિકાએ પેસિફિક ક્ષેત્રમાંથી પોતાની તાકાત ઘટાડીને મધ્ય પૂર્વમાં કેન્દ્રિત કરી છે, જે સ્પષ્ટ કરે છે કે આ યુદ્ધ લાંબું ચાલી શકે છે. આ વૈશ્વિક કટોકટીને કારણે હવે વિશ્વભરમાં તેલની કિંમતો અને ઊર્જા સંકટને લઈને ચિંતા વધી ગઈ છે.


ઈરાન સાથે મોટાપાયે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની સૌથી મોટી સૈન્ય તૈનાતી 2 - image



Source link

Related Articles

Back to top button