दुनिया

ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો | donald trump lifts russian oil sanctions iran war crude oil prices g7 nations reaction



Iran America War : ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનું સંકટ ઘેરું બન્યું છે. ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી જતાં અમેરિકાએ રશિયન તેલ પર લાદેલા પ્રતિબંધો 30 દિવસ માટે હટાવી દીધા છે. જોકે, અમેરિકાના આ પગલાથી જર્મની અને કેનેડા સહિતના સાથી દેશો લાલઘૂમ થયા છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેલની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને વૈશ્વિક બજારમાં સપ્લાય વધારવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને પોતાનું તેલ વેચવાની છૂટ આપી છે. અમેરિકાનું માનવું છે કે 30 દિવસની આ રાહતથી તેલના ભાવ નીચે આવશે.

યુરોપની નારાજગી: ‘રશિયા પર દબાણ ઘટશે’

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જે શુક્રવારે સ્પષ્ટ કર્યું કે G7 ના 7 માંથી 6 દેશો અમેરિકાના આ નિર્ણયની વિરુદ્ધમાં છે. યુરોપિયન નેતાઓનું માનવું છે કે, રશિયા પરથી પ્રતિબંધ હટાવવાથી યુક્રેન યુદ્ધમાં તેને આર્થિક ફાયદો થશે. વૈશ્વિક સુરક્ષા માટે રશિયા પર દબાણ ચાલુ રાખવું અત્યંત જરૂરી છે. જર્મની, કેનેડા અને નોર્વેના નેતાઓએ ટ્રમ્પને આ નિર્ણય પર ફરી વિચાર કરવા અપીલ કરી છે.

કોણે શું કહ્યું?

“અમે રશિયા પરના પ્રતિબંધો હટાવવાના નિર્ણય સાથે સહમત નથી. યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર દબાણ વધારવું જોઈએ, નહીં કે તેને રાહત આપવી જોઈએ.”

— ફ્રેડરિક મર્જ, ચાન્સેલર, જર્મની

માર્ક કાર્નીનું નિવેદન

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરે પણ રશિયા સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે આગામી દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર વચ્ચે આ મુદ્દે મોટી બેઠક યોજાવાની છે.



Source link

Related Articles

Back to top button