दुनिया

ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ | 11 indian nationals charged visa fraud staged robberies us




America Visa Fraud : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 ભારતીય નાગરિકો (મોટાભાગના ગુજરાતી મૂળના) વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે. આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ ‘U વિઝા’ અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું.

શું હતું સમગ્ર કૌભાંડ?

અમેરિકામાં ‘U વિઝા’ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના CCTVમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે ‘ભોગ બન્યા’ હોવાનું પણ દર્શાવતા હતા. ત્યાર બાદ વિઝા માટે અરજી કરી દેતા હતા. જેથી તેમને આ વિઝા ખુબ જ સરળતાથી મળી જતા હતા. 

આ પણ વાંચો : ભારતનું નામ લઈ અમેરિકાને ઈરાને માર્યો ટોણો, યુરોપની પણ ઠેકડી ઉડાડી, કહ્યું – ‘હવે કગરે છે…’

ઝડપાયેલા આરોપીઓના નામ

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

કેઇ રીતે ચાલતું હતું નેટવર્ક?

તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો. ‘ભોગ બનનાર’ વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે.

કેટલી સજા થઈ શકે?

વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. $2,50,000 (આશરે 2 કરોડ રૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે. 

ઝડપાયેલા ગુજરાતીઓ

જિતેન્દ્રકુમાર પટેલ (39 વર્ષ): માર્શફિલ્ડ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.

મહેશકુમાર પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.

સંજયકુમાર પટેલ (45 વર્ષ): ક્વિન્સી, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.

દીપિકાબેન પટેલ (40 વર્ષ): વેમાઉથ, મેસેચ્યુસેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેમને હવે ભારત ડિપોર્ટ  કરવામાં આવ્યા છે.

રમેશભાઈ પટેલ (52 વર્ષ): યુબેન્ક, કેન્ટુકીમાં બિનકાયદેસર વસવાટ.

અમિતાબહેન પટેલ (43 વર્ષ): પ્લેનવિલે, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.

રોનકકુમાર પટેલ (28 વર્ષ): મેરીલેન્ડ હાઇટ્સ, મિઝોરીમાં બિનકાયદેસર વસવાટ.

સંગીતાબેન પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.

મિનકેશ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયોમાં બિનકાયદેસર વસવાટ.

સોનલ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયોમાં બિનકાયદેસર વસવાટ.

મિતુલ પટેલ (40 વર્ષ): વુસ્ટર, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.



Source link

Related Articles

Back to top button