दुनिया

ઓઇલના ભાવ વધતાં દુનિયા સંકટમાં, પણ ટ્રમ્પને ફાયદો દેખાયો! કહ્યું- અમે અઢળક પૈસા બનાવ્યા | Trump on Rising Oil Prices US Gains Profit While IEA Releases 400 Million Barrels Reserve


Trump on Rising Oil Prices: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંકટને કારણે વિશ્વભરમાં ઓઇલની કિંમતો આસમાને પહોંચી છે, જેણે અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, ઓઇલના ભાવ વધવાથી અમેરિકા ખૂબ પૈસા કમાઈ રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, અમેરિકા દુનિયાનું સૌથી મોટું ઓઇલ ઉત્પાદક હોવાથી કિંમતો વધવાનો સીધો ફાયદો તેમને મળી રહ્યો છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે તેમના માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઈરાન જેવી ‘ખતરનાક શક્તિ’ને પરમાણુ હથિયાર મેળવતા રોકવામાં આવે, કારણ કે તેનાથી સમગ્ર વિશ્વને ખતરો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ બનવા દેશે નહીં.

ઓઇલ સપ્લાયમાં ઐતિહાસિક અવરોધની ચેતવણી

બીજી તરફ, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA)એ ગંભીર ચેતવણી આપી છે કે ઈરાનના વધતા હુમલાઓને કારણે તેલ સપ્લાયમાં ઇતિહાસનો સૌથી મોટો અવરોધ આવી શકે છે. ઓહિયોમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે ઓઇલના વધતા ભાવોને હળવાશથી લેતાં કહ્યું કે, કિંમતો અમારી ધારણા કરતાં ઓછી વધી છે અને ટૂંક સમયમાં તે એટલી ઓછી થઈ જશે કે કોઈને સમજાશે પણ નહીં. આ દરમિયાન, બજારમાં ઓઇલની અછતને પહોંચી વળવા માટે IEAના 32 સભ્ય દેશોએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેઓ પોતાના ઈમરજન્સી સ્ટોકમાંથી 40 કરોડ બેરલ ઓઇલ બજારમાં છોડવા માટે સંમત થયા છે. ભારત દ્વારા પણ આ પગલાનું સ્વાગત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ‘અમારી નેવી સાથે વાત કરો અને જહાજ લઈ જાઓ…’, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ઇરાનનું મોટું નિવેદન

હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ સપ્લાય પર માઠી અસર

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થતો સપ્લાય ખરાબ રીતે પ્રભાવિત થયો છે. હાલમાં આ માર્ગે થતી ઓઇલની નિકાસ યુદ્ધ પહેલાના સ્તરના માત્ર 10%થી પણ ઓછી રહી ગઈ છે. IEAના ઇતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે સંકલિત રીતે ઇમરજન્સી ઓઇલ રિઝર્વનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 1991, 2005, 2011 અને 2022માં આવા પગલાં લેવામાં આવ્યા હતા. હાલમાં સભ્ય દેશો પાસે 1.2 અબજ બેરલથી વધુનો ઈમરજન્સી સ્ટોક ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ બજારમાં સ્થિરતા લાવવા માટે કરવામાં આવશે.


ઓઇલના ભાવ વધતાં દુનિયા સંકટમાં, પણ ટ્રમ્પને ફાયદો દેખાયો! કહ્યું- અમે અઢળક પૈસા બનાવ્યા 2 - image



Source link

Related Articles

Back to top button