दुनिया

યુદ્ધ બંધ કરવા માટે ઇરાનના પ્રમુખ પેજેશકિયનનું મહત્વનું નિવેદન : 3 શર્તોએ યુદ્ધ બંધ કરવા તૈયાર છીએ | Iran’s President Sets Conditions for Ending War



– કાનૂની અધિકારો એટલે એટમ બોમ્બ બનાવવાની છૂટ ?

– શર્તો આ પ્રમાણે છે : ઇરાનના કાયદેસરના (કાનૂની) અધિકારો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવા જોઇએ : નુકસાન માટે વળતર મળવું જોઇએ : ભાવિ હુમલા સામે ગેરેન્ટી મળવી જોઇએ

તહેરાન : ઇઝરાયલ અમેરિકા વિરૂદ્ધ ઇરાનના ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઇરાનના પ્રમુખ મસૂદ પેજેશકિયને યુદ્ધ વિરામ અંગે પહેલી જ વાર પોતાનું મૌન તોડયું છે. તેઓએ સોશ્યલ મીડીયા દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ ત્રણ શરતોએ યુદ્ધ બંધ કરવા તૈયાર છે.

પેજેશકિયનની પહેલી શર્ત તે છે કે ઇરાનના કાયદેસરના અધિકારો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળવી જોઇએ. બીજી શર્ત તે છે કે યુદ્ધ દરમિયાન ઇરાનને થયેલાં ભારે નુકસાનનું પૂરૃં વળતર મળવું જોઇએ. ત્રીજી શરત તે છે કે ભવિષ્યમાં કોઈ પણ હુમલા સામે આંતરરાષ્ટ્રીય ગેરેન્ટી મળવી જોઇએ.

હવે મૂળભૂત પ્રશ્ન તે છે કે કાયદેસરનો અધિકાર એટલે શું ? : પેજેશકિયનની આ માગણીનો સીધો અર્થ તે જ થઇ શકે કે ઇરાનને એટમ બોમ્બ બનાવવાની છૂટ મળવી જોઇએ તેમ કહેતાં નિરીક્ષકો જણાવે છે કે ઇરાનના પ્રમુખે ઇરાનના કાયદેસરના અધિકારો અંગે સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે. બીજી માગણી તેઓની તે છે કે યુદ્ધ દરમિયાન ઇરાનને થયેલાં નુકસાનનું વળતર મળવું જોઇએ. પરંતુ યુદ્ધ માટેનું કારણ ઇરાન પોતે જ છે.

ઇરાને યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખતાં તેને વિયેના સ્થિત આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સમિતિએ તેનાં પરમાણુ મથકો તપાસવા માગણી કરતાં ઇરાને ભળતાં જ કેન્દ્રો દર્શાવ્યાં હતાં.

ત્રીજી માગણી ફરી હુમલા ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય ગેરેન્ટી મળવી જોઇએ. જે ચોક્કસ મળી શકે જો ઇરાન યુરેનિયમ સંવર્ધન કરતું અટકી ગયું છે તેની વિયેના સ્થિત પરમાણુ ઊર્જા સમિતિએ ખાતરી કરાવી શકે. જે માટે ઇરાન તૈયાર નથી. આ સંજોગોમાં શાંતિ સ્થપાવાની તત્કાળ કોઈ સંભાવના દેખાતી નથી.



Source link

Related Articles

Back to top button