VIDEO: પ્લેનનું ટાયર નીકળી ગયું…, થાઈલેન્ડના ફુકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસનું ઈમરજન્સી લેન્ડિંગ | air india express plane nose wheel breaks during landing phuket emergency

![]()
Air India Plane Hard Landing : હૈદરાબાદથી થાઇલેન્ડથી ફૂકેટ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના એક વિમાનનું નોઝ વ્હીલ બુધવારે ફુકેત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તુટી ગયું. આ હાર્ડ લેન્ડિંગના કારણે વિમાન રનવે પર જ ઘસી ગયું હતું. જેના કારણે એરપોર્ટ અધિકારીઓએ તે સ્ટ્રીપ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી એરપોર્ટનું સંચાલન પણ પ્રભાવિત થયું હતું. બીજી તરફ સુરક્ષા ટીમો દ્વારા રનવેની તપાસ પૂર્ણ થયા બાદ રનવેને ફરી એકવાર ઉડ્યન શરૂ કરવામાં આવ્યો હતો.
નોઝ વ્હીલમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન વિમાનના નોઝ વ્હીલમાં (આગળનું પૈડું) ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે વિમાને રનવે પર પટકાયું હતું, જેથી લેન્ડિંગ ગિયર ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અચાનક થયેલી દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ટેક્નિકલ ટીમોએ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વિમાનને ત્યાંથી હટાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. વિમાન ફસાવાને કારણે એરપોર્ટના સંચાલન પર અસર પડી હતી. આ ઉપરાંત ફ્લાઇટમાં ક્ષતિ સર્જાતા આ રૂટને પણ અસર પડી હતી.
આ પણ વાંચો : BREAKING: દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
વિમાનમાં બેઠા હતા 133 યાત્રી
એરપોર્ટ અધિકારીઓએ પૃષ્ટિ કરી છે કે, વિમાનમાં બેઠેલા તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સહિતના તમામ લોકો સુરક્ષિત છે. વિમાનમાં બેઠેલા તમામ 133 યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને કોઇ પણ મોત કે ઘાયલ થયા હોવાના સમાચાર નથી. ઘટના બાદ ઇમરજન્સી પ્રોટોકોલ અંતર્ગત યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ટેક્નિકલ ખામી અથવા તો દુર્ઘટના અંગેનું સ્પષ્ટ કારણ જાણવા માટે ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ આદરવામાં આવી છે. અધિકારીઓ તે બાબતની તપાસ કરી રહ્યા છે કે, શું આ હાર્ડ લેન્ડિંગ માનવીય ચુક હતી કે પછી વિમાનના લેન્ડિંગ ગિયરમાં કોઇ યાંત્રિક ખામી સર્જાઇ હતી અને તેના કારણે આ સમસ્યા સર્જાઇ હતી.



