दुनिया

આજનો દિવસ ઈરાન માટે સૌથી ભયાનક સાબિત થશે : અમેરિકન સંરક્ષણ મંત્રીની ધમકી | US Israel vs Iran War: Pentagon Warns of Deadliest Strike as Netanyahu Vows Regime Change



US-Iran War Update : અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો કરશે. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ધમકી આપી છે કે, ‘અમે તેઓના હાડકાં તોડી રહ્યા છે.’ નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમનો ઉદ્દેશ્ય ઈરાનની સરકારને સત્તા પરથી હટાવવાનો છે, જેથી ઈરાની લોકોને દમનમાંથી આઝાદી મળી શકે.

ઈરાન પર ભયાનક હુમલો થશે : હેગસેથની ચેતવણી

પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા હેગસેથે કહ્યું કે, ‘આજે ઈરાન પર જોરદાર હુમલા થશે. ઈરાને છેલ્લા 24 કલાકમાં જેટલી મિસાઈલો ઝિંકી છે, તે યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીની સૌથી ઓછી છે.’ અમેરિકન સેનાના જનરલ ડૈન કેને કહ્યું કે, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને આજે 11મો દિવસ થઈ ગયો છે.

આ પણ વાંચો : યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, 9 દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર, યુદ્ધ લાંબુ ચાલશે તો…

ઈરાનના પડોશી દેશોમાં તણાવ વધ્યો

યુદ્ધ બાદ ઈરાનના પડોશી દેશામાં પણ તણાવ વધી ગયો છે. કતરના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ઈરાન તરફથી આવતી એક મિસાઈલ તોડી પડાઈ છે. કતરે ઈરાનના હુમલાથી બચવા માટે નાગરિકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ કહ્યું કે, તેણે ઈરાનના હુમલાને અટકાવવા માટે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય કરી દીધી છે.

રશિયાએ ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી

બીજીતરફ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ક્રેમલિન અને વોશિંગ્ટન વચ્ચે રાજદ્વારી ગરમાવો વધ્યો છે. રશિયાએ ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે. રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને આ બાબતે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યા છે. જો કે, ટ્રમ્પે રશિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાન પહેલાં રશિયાએ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી પોતાની વિશ્વસનીયતા સાબિત કરવી જોઈએ. બીજી તરફ રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી માટે વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે અને આ પ્રસ્તાવો હજુ પણ વિચારાધીન છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘રશિયા પોતાની ક્ષમતા અનુસાર સહાય કરવા માટે તૈયાર છે અને તેમ કરવામાં તેને આનંદ થશે, પરંતુ તમે જાણો છો કે આ માટે અનેક પ્રકારની સમજૂતીઓ અને કરારોની જરૂર છે, તેથી આપણે થોડી ધીરજ રાખવી પડશે.’ ‘આ સ્થિતિની શરૂઆતથી જ સૈન્ય તબક્કો શરૂ થાય તે પહેલાં જ રાષ્ટ્ર પ્રમુખ પુતિને તણાવ ઘટાડવામાં મદદ કરવા માટે મધ્યસ્થી અને સદભાવનાના પ્રયાસોના અનેક વિકલ્પો પ્રસ્તાવિત કર્યા છે. તેમાંથી ઘણા પ્રસ્તાવો હજુ પણ વિચારાધીન છે,’ 

આ પણ વાંચો : ઈરાન સાથેના યુદ્ધના 10 દિવસમાં જ સમાધાનના રસ્તા શોધી રહ્યા છે ટ્રમ્પ! અમેરિકનો પણ થયા નારાજ



Source link

Related Articles

Back to top button