दुनिया

ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે | After the Philippines Indonesia will buy Brahmos missiles



– ભારતની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સતત વધી રહેલી માંગ

– આ વિશ્વની સૌથી ઝડપી અને એડવાન્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે અને તે ધ્વનિની ગતિથી 3 ગણી ઝડપ ધરાવે છે

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન તથ તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી સ્થળોનો સફાયો કરનાર બ્રહ્મોસ મિસાઇલ ફરી એક વખત ચર્ચામાં છે. ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા પણ પોતાના સશસ્ત્ર દળો માટે આ મિસાઇલ પ્રણાલી ખરીદવા જઇ રહ્યું છે. 

ઇન્ડોનેશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાંનાં સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે તેણે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમની ખરીદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. 

લાંબા સમયથી ચાલી રહેલી મંત્રણા પછી આ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જો કે હાલમાં આ અંગે કોઇ ઔપચારિક કરાર કરવામાં આવ્યો નથી. 

રિપોર્ટમાં સોદાનાં મૂલ્ય અંગે પણ કોઇ માહિતી આપવામાં આવી નથી. આ અગાઉ બ્રહ્મોસની તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડોનેશિયાએ આ મિસાઇલમાં ગંભીર રસ દાખવ્યો છે અને તેની સાથે મિસાઇલની ખરીદી માટે સમજૂતી અંગેની મંત્રણા અંતિમ તબક્કામાં છે. 

ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ મિસાઇલોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરમાં આવેલા આતંકવાદી સ્થળો અને પાકિસ્તાની એરફોર્સનાં અનેક એર બેઝને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું હતું.

બ્રહ્મોસ ભારતનાં ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને રશિયાની એક પ્રમુખ સંરક્ષણ અને એરોસ્પેસ રિસર્ચ અને વિકાસ સંસ્થા એનપીઓ માશિનોસ્ત્રોયેનિયા દ્વારા વિકસિત વિશ્વની સૌથી ઝડપી અને એડવાન્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. 

આ વિશ્વની સૌથી ઝડપી અને એડવાન્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંથી એક છે જે ધ્વનિની ગતિથી ૩ ગણી ઝડપ ધરાવે છે.



Source link

Related Articles

Back to top button