दुनिया

ઈરાન યુદ્ધ હજુ 7 દિવસ ચાલશે તો દુનિયામાં મહામંદી સર્જાશે! 16 દેશોને અસર થવાનો દાવો | iran israel war global economy impact wood mackenzie report




America Iran War : મધ્ય-પૂર્વમાં વધી રહેલો તણાવ હવે માત્ર બે દેશો વચ્ચેનો જંગ નથી રહ્યો, પરંતુ તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે વિનાશક સાબિત થઈ શકે છે. સ્કોટલેન્ડની પ્રતિષ્ઠિત સંસ્થા વૂડ મેકેન્ઝીના તાજેતરના રિપોર્ટ અનુસાર, જો આ યુદ્ધ આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે, તો વિશ્વ 1929 જેવી ‘ગ્રેટ ડિપ્રેસન’ (મહામંદી) માં પ્રવેશી શકે છે.

રિપોર્ટની મુખ્ય અને ડરામણી વાતો:

ક્રૂડ ઓઈલ $200ને પાર કરી શકે છે. હૉર્મુઝની સામુદ્રધુનીમાં જો ગતિરોધ સર્જાય, તો કાચા તેલની કિંમતો $150 થી $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ 1970ના દાયકાના તેલ સંકટ કરતાં પણ મોટો ફટકો હશે. આ ઉપરાંત ગેસ સંકટ પણ સર્જાઇ શકે છે. દુનિયાનો 20% LNG સપ્લાય હૉર્મુઝથી થાય છે. અહીં અડચણ આવતા યુરોપ અને એશિયામાં ગેસના ભાવ 130% સુધી વધી શકે છે, જે રશિયા-યુક્રેન યુદ્ધ કરતા પણ ભયાનક હશે. આ ઉપરાંત GDP માં કડાકો થઇ શકે છે. તેલના ભાવ $150 પર પહોંચતા વૈશ્વિક GDP વિકાસ દર 2% ની નીચે જઈ શકે છે, જે સત્તાવાર રીતે મંદીની જાહેરાત હશે.

શું હતી 1929ની મહામંદી?

વૂડ મેકેન્ઝી જે મંદીની સરખામણી કરી રહ્યું છે, તે આધુનિક ઇતિહાસનો સૌથી ખરાબ આર્થિક તબક્કો હતો. ઓક્ટોબર 1929માં અમેરિકાના શેરબજાર (વોલ સ્ટ્રીટ) ના પતનથી થઈ હતી. બેંકો ઠપ થઈ ગઈ, ઉત્પાદન ઘટ્યું અને લાખો લોકો બેરોજગાર થયા. એકલા અમેરિકામાં જ 1.5 કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી. આ સંકટ 1939-40માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાથે સમાપ્ત થયું હતું.

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના મોટા અપડેટ્સ 

છેલ્લા એક સપ્તાહમાં ઈરાનમાં 1,230 લોકોના મોત થયા છે અને 5,000થી વધુ ઘાયલ છે. લેબનાનમાં 217 અને ઇઝરાયલમાં 12 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધના પ્રથમ 5 દિવસમાં જ વૈશ્વિક શેરબજારોમાંથી $3.2 ટ્રિલિયન (આશરે ₹265 લાખ કરોડ) સાફ થઈ ગયા છે. વિશ્વભરમાં 21,300 થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. એર ઈન્ડિયા અને ઇન્ડિગો જેવી કંપનીઓએ રૂટ ડાયવર્ટ કરતા ફ્લાઇટ ખર્ચમાં ધરખમ વધારો થયો છે. હૉર્મુઝનો રસ્તો બંધ થવાથી ભારત, ચીન અને જાપાન જેવા દેશોની ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ છે. માલસામાનની હેરફેર (Freight) 20% મોંઘી થવાની શક્યતા છે. જો આ સંઘર્ષ જલ્દી ન અટક્યો તો મોંઘવારીમાં 1% નો સીધો વધારો અને બેરોજગારીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. શું વિશ્વના નેતાઓ આ આર્થિક સુનામીને રોકી શકશે?



Source link

Related Articles

Back to top button