LIVE : યુદ્ધ જીત્યાં બાદ ઈરાનનું ‘બાલ્કનાઈઝેશન’ કરીશું, ટ્રમ્પની ધમકી, ઈરાની સેનાએ 21 અમેરિકન સૈનિકોને માર્યાનો કર્યો દાવો | Middle East LIVE: Iran Power Struggle Drone Attacks on UAE & Saudi Oslo US Embassy Blast

![]()
Israel-USA and Iran War Updates : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે બેકાબૂ બન્યું છે. એકતરફ ઈરાની રાષ્ટ્રપતિની માફી અને બીજી તરફ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા કરવામાં આવેલા ભીષણ ડ્રોન હુમલાએ આખા અખાતી દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરમિયાન નોર્વેથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે.
યુદ્ધના વિશે તમામ ન્યૂઝ અપડેટ્સ LIVE
કુવૈતમાં બે સુરક્ષાકર્મીના મોત
કુવૈતના દેશના આંતરિક બાબતોના અહેવાલ અનુસાર ઈરાને સતત ડ્રોન અને મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. આ દરમિયા ફરજ બજાવતા બે બોર્ડર સિક્યોરિટી કર્મચારી શહીદ થઇ ગયા હતા.
ઈરાની આર્મીનો મોટો દાવો : અમેરિકાની પાંચમી ફ્લિટ પર હુમલામાં 21 સૈનિકોના મોત, અનેક ઘાયલ
ઈરાનના સત્તાવાર મીડિયાના અહેવાલ અનુસાર ઈરાની આર્મીએ દાવો કર્યો છે કે તેમણે યુએસની નેવીની પાંચમી ફ્લિટ પર ભયાનક હુમલો કર્યો હતો. આ સાથે તેની તસવીરો પણ શેર કરતાં દાવો કર્યો હતો કે તેમાં 21 સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે અનેક સૈનિકો ઘાયલ પણ થયા હતા.
ટ્રમ્પની ચેતવણી: યુદ્ધ પછી ઈરાનનો નકશો બદલાઈ જશે, અમેરિકા ‘બાલ્કનાઈઝેશન’ તરફ આગળ વધ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વિશ્વસ્તરે હલચલ મચાવી દીધી છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ ઈરાનનો નકશો પહેલા જેવો નહીં રહે. આ નિવેદનથી એ સંકેત મળી રહ્યા છે કે અમેરિકાનો હવે પછીનો વ્યૂહાત્મક ધ્યેય ઈરાનનું ‘બાલ્કનાઈઝેશન’ (Balkanization) કરવાનો છે, એટલે કે ઈરાનને વિવિધ નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરી તેની સાર્વભૌમ શક્તિને નષ્ટ કરવી. જો અમેરિકા આ દિશામાં આગળ વધે છે, તો તેનો અર્થ એ થાય કે તે ઈરાનની અંદર રહેલા વિવિધ વંશીય જૂથો અને આંતરિક અસંતોષનો ઉપયોગ કરી તેને ભૌગોલિક રીતે તોડવા માંગે છે, જે મિડલ ઈસ્ટના રાજકારણ અને સીમાઓને કાયમ માટે બદલી શકે છે.
ઈરાનમાં ઈઝરાયલી એરફોર્સે ઓઈલ ડેપોને બનાવ્યા નિશાન
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર ઈઝરાયલે ઓઈલ ડેપોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ભયાનક આગના દૃશ્યો સામે આવ્યા હતા.
195 વિદ્યાર્થી, શિક્ષકોની અમેરિકા-ઈઝરાયલના હુમલાઓમાં મોત, 68 સ્કૂલોને નુકસાન
ઈરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ અનુસાર અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા બેફામ સ્ટ્રાઈકમાં 195થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 68થી વધુ સ્કૂલોને નુકસાન પહોંચ્યું છે.
અલ કુદ્સ પર ઈરાની મિસાઈલો કહેર બનીને તૂટી
ઈઝરાયલ પર ઈરાને કહેર વરસાવ્યો
તહેરાનમાં 20 નાગરિકોના મોત
ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલા લેટેસ્ટ હુમલામાં તહેરાનના નિલોફર સ્ક્વેરની નજીકમાં જ 20થી વધુ ઈરાની નાગરિકોના મોતના અહેવાલની પુષ્ટી થઇ છે.
કુવૈતમાં અમેરિકન સૈનિકોની રહેણાક ઈમારતને ઈરાને બનાવી નિશાન
ઈરાની રાષ્ટ્રપતિની ‘માફી’ પર સત્તામાં સંગ્રામ
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પાડોશી દેશો પર થયેલા હુમલા માટે અંગત રીતે માફી માંગી હતી, પરંતુ આ માફી તેમના જ દેશના કટ્ટરપંથીઓ અને IRGC કમાન્ડરોને પસંદ આવી નથી. IRGC એ રાષ્ટ્રપતિના વલણને ‘નબળું’ ગણાવીને હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પણ આ માફીને ઈરાનનું ‘આત્મસમર્પણ’ ગણાવ્યું છે.
અખાતી દેશો પર ડ્રોન હુમલા: દુબઈમાં એકનું મોત
રાષ્ટ્રપતિના શાંતિના વાદાની ગણતરીની મિનિટોમાં જ ઈરાની ડ્રોન્સે UAE, કતાર અને સાઉદી અરેબિયા પર હુમલા તેજ કર્યા છે. અબુ ધાબી પાસેના અલ ધાફરા એર બેઝ અને દુબઈમાં હુમલા થયા છે, જેમાં દુબઈમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. બહેરીનમાં પણ મીના સલમાન પાસે હુમલો થતા આગ લાગી હોવાના સમાચાર છે. કુવૈતમાં તો અમેરિકન સૈનિકોના રહેવાશની બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી.
ખાડી દેશોની ‘રેડ લાઈન’ અને કતાર-ટ્રમ્પની વાતચીત
હુમલાઓથી લાલઘૂમ થયેલા UAE એ ચેતવણી આપી છે કે દેશની સુરક્ષા એ ‘રેડ લાઈન’ છે અને તે કોઈ પણ હુમલાખોર સામે મજબૂત કિલ્લાની જેમ લડશે. બીજી તરફ, કતારના અમીરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે દોહા પોતાના રાષ્ટ્રીય હિતો માટે કડક પગલાં લેતા અચકાશે નહીં.
નોર્વે: ઓસ્લોમાં અમેરિકન દૂતાવાસ પાસે જોરદાર વિસ્ફોટ
યુરોપના નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે વહેલી સવારે અમેરિકન દૂતાવાસ પાસે એક રહસ્યમય અને શક્તિશાળી વિસ્ફોટ થયો છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ઘરોની બારીઓ અને દિવાલો હલી ગઈ હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ તપાસ તેજ કરવામાં આવી છે.


