दुनिया

અમેરિકન મલ્ટિનેશનલ કંપની ઓરેકલ 30 હજાર કર્મચારીઓની છટણી કરશે | American multinational company Oracle will lay off 30 thousand employees



– દુનિયાભરમાં ઓફિસ ધરાવતી કંપનીમાં 1.62 લાખ કર્મચારીઓ કાર્યરત

– ઓરેકલને એક વર્ષમાં એઆઈ ડેટા સેન્ટર માટે 50 અબજ ડોલરની જરૂરિયાત છે, છટણીથી 10 અબજ ડોલર બચાવશે

– ઓરેકલના સ્થાપક લેરી એલિસન એઆઈમાં 300 અબજ ડોલરનું રોકાણ કરવાના હોવાથી કંપનીએ કોસ્ટ કટિંગ શરૂ કર્યું

વૉશિંગ્ટન : અમેરિકાની મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની ઓરેકલ ૩૦ હજાર કર્મચારીઓની છટણી કરશે. અત્યારે કંપનીમાં વર્લ્ડવાઈડ ૧,૬૨,૦૦૦  કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે હજુ તેની જાહેરાત કરી નથી, પરંતુ સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલ પ્રમાણે કંપની એકાદ મહિનામાં કર્મચારીઓને નોટિસ આપી દેશે. કંપની તેના દરેક વિભાગમાંથી કર્મચાીરઓ ઘટાડશે. જો ખરેખર ૩૦ હજાર લોકોની નોકરી જશે તો એ કંપનીમાં અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી છટણી હશે.

ઓરેકલ કંપનીએ છેલ્લાં થોડા સમયથી ભરતી બંધ કરી દીધી છે. એટલું જ નહીં, દરેક વિભાગમાં કર્મચારીઓના રિવ્યૂ શરૂ થયા છે. બ્લૂમબર્ગના દાવા પ્રમાણે કંપની હજુ છટણીનું આયોજન કરી રહી છે અને તેમાં કર્મચારીઓની સંખ્યા વધારે હોય તો પણ નવાઈ નહીં. કંપનીએ આ આયોજનના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષમાં ૧.૬ અબજ ડોલરની ફાળવણીની તૈયારી બતાવી છે. આ રકમમાંથી કર્મચારીઓને વળતર અપાશે.

ઓરેકલના સ્થાપક અને ચેરમેન લેરી એલિસનનો એઆઈ ડેટા સેન્ટરનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એ પ્લાનમાં કુલ ૫૦ અબજ ડોલરનો ખર્ચ થવાનો છે. કંપની ૩૦ હજાર કર્મચારીઓની છટણી કરીને વર્ષે ૧૦ અબજ ડોલરની બચત કરશે અને એ રકમ ડેટા સેન્ટરના પ્રોજેક્ટમાં આપશે. ઓરેકલ ઓપનએઆઈ, એક્સએઆઈ અને મેટા સહિતના ક્લાયન્ટ્સને ક્લાઉડ કમ્પ્યુટરિંગ પ્રોવાઈડ કરે છે. કંપની આગામી સમયમાં એઆઈ ડેટા સેન્ટર્સની ક્ષમતા વિકસાવવા માગે છે અને એ માટે તેનો વિસ્તાર કરાશે. કંપની ડેટાબેઝ સોફ્ટવેર પર કામ કરતી હતી, પરંતુ હવે એઆઈ ટેકનોલોજી અને એઆઈ ડેટા સેન્ટર્સ પર ફોકસ કરી રહી છે. ક્લાઉટ કમ્પ્યુટરિંગમાં તેની સીધી સ્પર્ધા એમેઝોન અને માઈક્રોસોફ્ટ સાથે છે.

એલિસને ઓપનએઆઈ સાથે મળીને જે એઆઈ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેમાં ૩૦૦ અબજ ડોલરના રોકાણની જરૂર પડશે. એ માટે લેરી એલિસનને ફંડની જરૂરિયાત છે. કંપનીને અત્યારે અમેરિકન બેંકોએ વધારે લોન આપવાનું બંધ કરી દીધું છે.

સ્થાપક-ચેરમેન

લેરી એલિસન

કર્મચારીઓ

૧.૬૨ લાખ

રેવન્યૂ

૫૭ અબજ ડોલર

નેટ ઈન્કમ

૧૨ અબજ ડોલર

ટોટલ સંપત્તિ

૧૬૮ અબજ ડોલર



Source link

Related Articles

Back to top button