અમેરિકાએ ડૂમ્સ ડે મિસાઇલનું પરીક્ષણ કરતા ઇરાનને ગર્ભિત ચેતવણી | US tests doomsday missile implicit warning to Iran

![]()
– મિસાઇલમાં ‘લિટલ બોય’ કરતાં પણ ઘાતક પરમાણુ શસ્ત્રો
– પ્રતિ કલાક 24,000 કિ.મી.ની ઝડપે ઉડતી મિનિટમેન મિસાઇલે 9,656 કિ.મી. દૂર ધાર્યુ નિશાન પાર પાડયું
વોશિંગ્ટન : ઇરાન સાથેનું યુદ્ધ દિનપ્રતિદિન વધુને વધુ ભીષણ બની રહ્યું છે ત્યારે અમેરિકાએ છ હજાર કિ.મી.ની ક્ષમતા ધરાવતા અને પ્રતિ કલાક ૨૪,૧૪૦ કિ.મી.ની ઝડપે ઉડતા મિનિટમેન નામના પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતાં આખા વિશ્વમાં હલચલ મચી ગઈ છે. ઘણા નિષ્ણાતોનો દાવો છે કે ઇરાનને ફક્ત અમેરિકાની ક્ષમતા શું છે તે બતાવવાના હેતુથી આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ ખતરનાક મિસાઇલનું નામ મિનિટ-મેન – ૩ તે ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ છે. તનેે યુ.એસ. એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડ દ્વારા લૉન્ચ કરાયું હતું તેને વેડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ કેલિફોર્નિયા ઉપરથી મંગળવારે રાત્રે આકાશમાં છોડાયું હતું. તેમાં બે રી-એન્ટ્રી વ્હીકલ્સ છે. ડૂમ્સ ડે મિસાઇલનું આ પરીક્ષણ નિયમાનુસાર મૂલ્યાંકન કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું પણ યુ.એસ. એરફોર્સે જણાવ્યું હતું. તેની સાથે તેવી પણ ‘સ્પષ્ટતા’ કરવામાં આવી છે કે આ પરીક્ષણને ઇરાન યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી.
તેનું સાંકેતિક નામ જી.ટી.-૨૫૫ રાખવામાં આવ્યું છે તે બહુવિધ ન્યુક્લિયર વૉર-હેડઝ પણ ધરાવે છે તે ૯,૬૫૬ કિ.મી. દૂર રહેલા પાસિફિક મહાસાગર તથા ‘માર્શલ આઇલેન્ડસ’ પર ધાર્યા નિશાને પહોંચ્યું હતું.
આ અંગે લેફ્ટેનન્ટ કર્નલ કાર્ની-બ્રે જેઓ ૫૭૬મી ફ્લાઇટ ટેસ્ટ સ્કવૉડ્રનના કમાન્ડર છે તેઓએ કહ્યું હતું કે, આ મિસાઇલ કેવા કેવા વિવિધ કાર્યો કરી શકે છે તે ચકાસવા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકાની પરમાણુ શસ્ત્ર સહિતની ભૂમિગત યુદ્ધ ક્ષમતા ચકાસવા માટે આ પ્રયોગ કરાયો છે.
મિનિટ-મેન – ૩ તે અમેરિકાના પરમાણુ શસ્ત્ર ભંડાર પૈકીનું સૌથી પ્રબળ શસ્ત્ર છે તે કલાકના ૨૪,૧૪૦ કિ.મી.ની ઝડપે ૯,૬૫૬ કિ.મી. સુધી બહુવિધ ન્યુક્લિયર વૉર હેડ્ઝ લઈ જઈ શકે તેમ છે.આ મિસાઇલમાં રહેલા ન્યુક્લિયર વૉર હેડઝમાં જે પરમાણુ બૉમ્બ છે તે દ્વિતીય વિશ્વયુદ્ધમાં હીરોશીમા ઉપર ફેંકવામાં આવેલા એટમ બૉમ્બ કરતા ૨૦ ગણા વધુ શક્તિશાળી છે તે સોલિડ ફ્યુએલથી ગતિશિલ થાય છે અને અન્ડરગ્રાઉન્ડ સીલોઝમાંથી પણ છોડી શકાય તેવા છે તે મલ્ટીપલ ઇન્ડીપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ્સ દ્વારા વહેતું મુકાય છે એટલે કે તે એક સાથે ઘણાં નિશાન પાડી શકે છે.



