दुनिया

2026માં એઆઈ સેક્ટરનો રેકોર્ડ : પહેલા બે મહિનામાં જ 220 અબજ ડોલરનું રોકાણ | AI sector record in 2026: 220 billion investment in first two months



– 2025માં કુલ 270 અબજ ડોલરનું રોકાણ થયું હતું

– ઓપનએઆઈએ 110 અબજ ડોલરના ફંડિગ રાઉન્ડ સાથે સ્ટાર્ટઅપ્સના ઈતિહાસની સૌથી મોટી ડીલ કરી

કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટર માટે ૨૦૨૬નું વર્ષ અભૂતપૂર્વ નીવડી રહ્યું છે. આ વર્ષની શરૂઆતના માત્ર બે મહિનામાં એઆઈ સ્ટાર્ટઅપ્સે વૈશ્વિક સ્તરે ૨૨૦ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું છે, જે ૨૦૨૫ દરમિયાન થયેલા કુલ ૨૭૦ અબજ ડોલરની ફંડિગની નજીક છે. એઆઈ સેક્ટરમાં રોકાણના કેન્દ્રમાં ચેટજીપીટીની કંપની ઓપનએઆઈનો ૧૧૦ અબજ ડોલરનો ફંડિગ રાઉન્ડ છે. જેને સ્ટાર્ટઅપ ઈતિહાસની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આ રોકાણ બાદ કંપનીનું મૂલ્યાંકન લગભગ ૮૪૦ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.  

રિપોર્ટ મુજબ, એમેઝોન, સોફ્ટબેંક અને એનવીડિયાએ ઓપનએઆઈમાં રોકાણ કર્યું છે. એમેઝોને આશરે ૫૦ અબજ ડોલર જ્યારે, સોફ્ટબેંક અને એનવીડિયાએ લગભગ ૩૦-૩૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ સાથે એઆઈ સેક્ટરમાં સ્પર્ધા તીવ્ર બની છે. ઓપનએઆઈની પ્રતિસ્પર્ધી કંપની એન્થ્રોપિકે તાજેતરમાં ૩૦ અબજ ડોલરનું ફંડિગ મેળવ્યું હતું. આ સાથે જ તેનું મૂલ્યાંકન ૩૮૦ અબજ ડોલર સુધી પહોંચ્યું હતું.  બીજી તરફ, ઈલોન મસ્કની એક્સએઆઈએ ૨૦ અબજ ડોલરનું ફંડિગ મેળવીને સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી છે. ઓપનએઆઈ, એન્થ્રોપિક અને એક્સએઆઈ જેવી ત્રણ મોટી કંપનીઓએ ૧૬૦ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું છે. એઆઈ સેક્ટરમાં થઈ રહેલા રોકાણ પરથી સ્પષ્ટ થાય છે કે, ટેક કંપનીઓ, ક્લાઉડ પ્રોવાઈડર્સ અને ચિપ મેકર્સ એઆઈ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે ભારે મૂડી લગાવી રહ્યા છે. જાણકારોના મતે, ૨૦૨૬નું વર્ષ એઆઈ રોકાણ માટે ઐતિહાસિક રહેશે. 



Source link

Related Articles

Back to top button