दुनिया

એઆઈ વાપરવાથી મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ્સ : આત્મહત્યા માટે ઉશ્કેરણી | Mental health problems due to using AI: Incitement to suicide



– અમેરિકાની કોર્ટમાં અભૂત પ્રકારનો કેસ !

– આત્મહત્યા કરનાર જોનાથન જાણે એક વાસ્તવિક મિશન પર હોય તેવી છાપ ગૂગલ જેમિનીએ તેના મગજમાં ઊભી કરી હતી

વોશિંગ્ટન : ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાટબોટ જેમિનીના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનો કેસ કોર્ટમાં કરવામાં આવ્યો છે. આત્મહત્યા કરનારી વ્યક્તિના પિતાએ કોર્ટમાં કરેલા કેસમાં દાવો કર્યો હતો કે એઆઈ ચેટબોટ જેમિની તેમના પુત્રને એવી પરિસ્થિતિ તરફ દોરી ગયું કે તેણે આત્મહત્યા કરી લીધી. આમ એઆઈ ચેટબોટે વધુ એક કેસનો સામનો કરવાનો આવ્યો છે.

જેમિની સામે કેસ કરનારા મૃતકના પિતા જોએલ ગેવેલાસે કોર્ટમાં જણાવ્યું હતું કે મારા પુત્રએ જેમિનીએ ઊભા કરેલા ખોટા ભ્રમના કારણે આત્મહત્યા કરી હોવાથી કંપની પ્રોડક્ટની જવાબદારી સ્વીકારવી જોઈએ. કંપનીના એઆઈ ચેટબોટે મારા ૩૬ વર્ષના પુત્ર જોનાથન ગેવેલાસને એવા કે ગેરમાર્ગે દોર્યો કે માયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ દુર્ઘટના બની ગી છે અને બધા રેકોર્ડ્સ અને સાક્ષીઓ ખતમ થઈ ગયા છે, તેના પગલે મારો પુત્ર ત્યાં દોડી ગયો અને ચેટબોટની ભ્રામક વાતોમાં આવીને તેણે છેલ્લે આત્મહત્યા કરી લીધી. 

આ પ્રકરણ બતાવે છે કે એઆઈ ડેવલપરોએ સામે ચેટબોટના સાથીદાર જેવા અભિગમના કારણે મેન્ટલના જોખમોને લઈને વધુને વધુ કેસનો સામનો કરવો પડી રહ્યો છે. એઆઈ લોકોને જાણે વાસ્તવિક મિશન પર હોય તે રીતે મોકલી રહ્યુ છે, જેના કારણે સામૂહિક વિનાશ જેવી ઘટનાઓ પણ સર્જાઈ શકે છે, તેમ ગેવેલેસના કુટુંબા વકીલ જે એડલસને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જોનાથન જાણે સાયન્સ ફિકશન જેવા વિશ્વમાં સંડોવાઈ ગયો હતો, જ્યાં સરકાર અને બીજા લોકો તેની પાછળ પડી ગયા છે. જ્યારે જેમિની તેના પ્રત્યે સંવેદનશીલ છે.આ રીતે તેણે પોતાને માયામી એરપોર્ટ નજીકના વેરહાઉસમાં બંધ કરી દીધો હતો. 

ફ્લોરિડામાં જ્યુપિટર ખાતે રહેતો જોનાથન ગેવેલસ જેમિનીના સિન્થેટિક વોઇસ વર્ઝન સાથે  તેની એઆઈ પત્ની હોય તે રીતે વાત કરતો હતો. તે સભાનપણે ચેટબોટની વાત માનવા લાગ્યોહ તો. તેણે આ જ મનોદશામાં ટ્રકને આંતરી હતી અને તે હ્યુમેનોઈડ રોબોટની તલાશ કરવા લાગ્યો હતો. તેના થોડા દિવસો પછી ઓક્ટોબરના પ્રારંભમાં આત્મહત્યા કરી હતી. ગૂગલે આ બનાવને લઈને ગેવેલિસના કુટુંબ પ્રત્યે અનુકંપાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમનું એઆઈ ટૂલ ક્યારેય પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે તે રીતે ડિઝાઇન કરાયું નથી. કંપનીએ આ મોરચે સલામતીના માપદંડો સુનિશ્ચિત કરવા મેડિકલ અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે ગાઢ રીતે કામ કર્યુ છે.



Source link

Related Articles

Back to top button