પાકિસ્તાને સાઉદી સાથે કર્યો ખેલ! હુમલો થયો તો કરી પીછેહઠ, ડીલની ઐસી તૈસી કરી નાખી | us iran war pakistan saudi arabia defense deal smda impact

![]()
America Iran War : અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે મધ્ય-પૂર્વના દેશો સુધી સીમિત રહ્યું નથી. આ યુદ્ધની આગમાં પાકિસ્તાન પણ લપેટાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલો ‘સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ’ (SMDA) છે. આ કરાર મુજબ જો સાઉદી પર હુમલો થાય તો તે પાકિસ્તાન પરનો હુમલો માનવામાં આવશે.
શું છે આ SMDA કરાર?
સપ્ટેમ્બર 2025માં હસ્તાક્ષર કરાયેલા આ કરાર મુજબ જો કોઈ પણ દેશ સાઉદી અરેબિયા કે પાકિસ્તાન પર આક્રમણ કરે, તો બંને દેશોએ મળીને તેનો સામનો કરવાનો રહેશે. કરાર મુજબ જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો તેને સાઉદી પરનો હુમલો ગણવામાં આવશે અને સાઉદીએ પાકિસ્તાનની મદદ કરવી પડશે. આવી જ શરત સાઉદી પરના હુમલા વખતે પાકિસ્તાન માટે પણ લાગુ પડે છે.
પાકિસ્તાન પોતાના જ જાળમાં ફસાયું?
હાલમાં ઈરાન સતત સાઉદી અરેબિયાના વિવિધ શહેરો અને તેલ રિફાઈનરીઓ પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. કરાર મુજબ પાકિસ્તાને અત્યારે સાઉદીની પડખે રહી ઈરાનનો સામનો કરવો જોઈએ, પરંતુ પાકિસ્તાન માત્ર નિવેદનો આપીને સંતોષ માની રહ્યું છે. પાકિસ્તાન અત્યારે બેધારી તલવાર પર છે. જો તે સાઉદીની મદદ કરે તો પડોશી દેશ ઈરાન સાથે સીધું યુદ્ધ છેડાઈ શકે છે. જો મદદ ન કરે તો સાઉદી અરેબિયા સાથેના સંબંધો કાયમ માટે બગડી શકે છે અને આર્થિક મદદ અટકી શકે છે.
વિદેશ મંત્રી ઈશાક ડારનું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું કે, તેઓ સાઉદી અને ઈરાન બંને સાથે સંપર્કમાં છે. તેમણે ઈરાનને સ્પષ્ટતા કરીછે કે, પાકિસ્તાનનો સાઉદી સાથે સંરક્ષણ કરાર છે. જેના જવાબમાં ઇરાને કહ્યું કે, પાકિસ્તાન કે સાઉદીની ધરતીનો ઉપયોગ ઇરાન પર હુમલા માટે ન થવો જોઇએ. આ વાતચીત બાદ સઉદી અરબ પર હુમલાનું પ્રમાણ નહીવત્ત છે. પાકિસ્તાન અત્યારે તુર્કી, કતાર અને અન્ય ઈસ્લામિક દેશો સાથે વાતચીત કરીને મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેને યુદ્ધમાં સીધું ઉતરવું ન પડે.

