दुनिया

LIVE : યુદ્ધ વચ્ચે અમેરિકાએ ખતરનાક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું, દુનિયાભરમાં ફફડાટ | LIVE: America tests dangerous nuclear missile in the midst of war




Iran War Live News: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંઘર્ષની આગ હવે હિંદ મહાસાગર સુધી ફેલાઈ ગઈ છે.

Iran War Live Updates 

હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 20 ગણી વધુ શક્તિશાળી

મધ્ય પૂર્વમાં ભીષણ જંગ ચાલુ છે ત્યારે અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા ‘મિનટમેન-III’ નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ પરમાણુ હુમલો કરવા સક્ષમ છે અને હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 20 ગણી વધુ શક્તિશાળી છે. કેલિફોર્નિયાથી કરાયેલું આ પરીક્ષણ ઈરાન માટે સીધી ચેતવણી માનવામાં આવે છે.

લેબેનોનમાં પેલેસ્ટિનીઓના શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલનો હુમલો, 2ના મોત 

લેબેનોનના હેલ્થ મિનિસ્ટ્રીના અહેવાલ અનુસાર ઈઝરાયલી સૈન્યએ ત્રિપોલીના તટીય વિસ્તારમાં પેલેસ્ટિનીઓના શરણાર્થી કેમ્પની ઈમારતને નિશાન બનાવી હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા. કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આ હુમલો કરવામાં આવ્યો હતો. 

હિંદ મહાસાગરમાં ઈરાની જહાજ પર ટોર્પિડો હુમલો

અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, શ્રીલંકા પાસે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાનના જંગી જહાજને ટોર્પીડો મારીને ડૂબાડી દીધું છે. આ જહાજ પર 140 સૈનિકો સવાર હતા, જેમાંથી 80ના મોતની પુષ્ટિ થઈ છે. પેન્ટાગોને આ હુમલાનો ભયાનક વીડિયો પણ જારી કર્યો છે. હેગસેથે ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે.

ઈઝરાયેલનો ઈરાન પર ‘બોમ્બમારો’ અને લેબનાનમાં ઘૂસણખોરી

ઈઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર 5000થી વધુ ઘાતક બોમ્બ વરસાવ્યા છે, જેમાં રાજધાની તેહરાન મુખ્ય નિશાન છે. બીજી તરફ, ઈઝરાયેલી સૈનિકો લેબનાનની સરહદમાં ઘૂસી ગયા છે અને ત્યાં જમીની ઓપરેશન (Ground Operation) શરૂ કર્યું છે. યુએન શાંતિ સેનાએ પણ લેબનાની ગામોમાં ઈઝરાયેલી સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી છે.

ઈરાનમાં હાહાકાર અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનએ પાડોશી દેશોને જણાવ્યું છે કે હવે તેમની પાસે અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનો કડક જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયેલ પર અનેક મિસાઈલો દાગી છે. યુદ્ધની ગંભીરતાને જોતા સમગ્ર ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઈરાની મીડિયા મુજબ, પાંચ દિવસમાં દેશમાં 1000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જેમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં 168 બાળકોનો પણ સમાવેશ થાય છે.

વૈશ્વિક પ્રતિક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા

નાટો (NATO) ના એર ડિફેન્સ સિસ્ટમે તુર્કી તરફ આવતી એક ઈરાની બેલિસ્ટિક મિસાઈલને હવામાં જ તોડી પાડી છે. યુદ્ધની ગંભીરતા જોઈને ભારત સહિત અનેક દેશોએ મધ્ય પૂર્વમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. અમેરિકાએ ત્રણ દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. દરમિયાન, ચીને પણ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના સંરક્ષણ બજેટમાં 7% નો વધારો કરવાની જાહેરાત કરી છે. 



Source link

Related Articles

Back to top button