दुनिया

ઈરાન યુદ્ધમાં મોતને ભેટેલા 4 અમેરિકન સૈનિકોની તસવીર જાહેર, ટ્રમ્પે કહ્યું,-‘દુખની વાત હજુ મરશે, આવું જ થતું હોય છે’ | us soldiers killed iran drone attack kuwait news




Iran Israel War : પેન્ટાગને રવિવારે ઈરાની ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા 6 અમેરિકન સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમની તસવીરો જાહેર કરી છે. આ સૈનિકોમાં કેપ્ટન કોડી ખોર્ક (35), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નોઆ ટિટજેન્સ (42), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નિકોલ અમોર (39) અને સાર્જન્ટ ડેક્લાન કોડી (20) નો સમાવેશ થાય છે.  ચારેય સૈનિકોને આયોવાની એક આર્મી રિઝર્વ સસ્ટેનમેન્ટ યુનિટ, 103મા સસ્ટેનમેન્ટ કમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા. જે ખોરાક, ઈંધણ, પાણી, દારૂગોળો, પરિવહન સામગ્રી અને સપ્લાય પૂરી પાડે છે.

બે સૈનિકોની ઓળખ હજી થઇ નથી

રવિવારના હુમલામાં ઠાર મરાયેલા અન્ય બે સૈનિકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. રવિવારે જ્યારે કુવૈતના પોર્ટ શુઆઈબામાં એક કમાન્ડ સેન્ટર પર ડ્રોન હુમલો થયો, ત્યારે આ યુએસ સૈનિકોના મોત થયા હતા. આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલે કહ્યું, “આ તમામ પુરુષો અને મહિલાઓએ બહાદુરીથી આપણા દેશની રક્ષા માટે પોતાની મરજીથી કામ કર્યું હતું અને તેમના બલિદાનને ક્યારેય ભૂલાશે નહી.” રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મૃત્યુ અંગે કહ્યું, “દુઃખની વાત છે કે આના અંત પહેલા હજુ પણ વધુ મોત થશે. આવું જ થતું હોય છે.”

યુએસ અંગે લઈને ઈરાની નેતાનો મોટો દાવો

ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, તે ઇરાદાપૂર્વક વૈશ્વિક લડાઈઓને ભડકાવી રહ્યું છે. જેથી ભારત, ચીન અને રશિયા જેવી ઉભરતી શક્તિઓને આગળ વધતા રોકી શકાય. બીજી તરફ, તેહરાને સંકેત આપ્યો છે કે, તે યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ માત્ર એવી શરતો પર જેને તે ‘સન્માનજનક’ માને છે. ન્યૂઝ એજન્સી ANI ને આપેલા એક ઈન્ટરવ્યુમાં, ઈરાનના સુપ્રીમ લીડરની ઓફિસના સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું કે વોશિંગ્ટનનો મોટો હેતુ તેહરાનથી ઘણો આગળ સુધી વિસ્તરેલો છે.

ઉભરતા દેશોને અટકાવવા માંગે છે અમેરિકા

મજીદે કહ્યું કે, “અમેરિકાનો હેતુ માત્ર ઈરાન નથી, પરંતુ ઈરાન પછી તે અન્ય દેશો પર આવશે. આવનારા સમયમાં ભારત, ચીન, રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી શક્તિશાળી દેશો હશે. તેથી અમેરિકા કોઈ પાર્ટનર ઈચ્છતું નથી. તે નથી ઈચ્છતું કે, ભારત કે ચીન કોઈ શક્તિશાળી દેશ બને. આ જ કારણ છે કે અમેરિકા આવા દેશોના ભવિષ્યમાં વિકાસને અટકાવવા માટે એક પછી એક તબક્કાવાર લડાઈઓ કરી રહ્યું છે. “

બહુધ્રુવીય વિશ્વ નથી ઇચ્છતું અમેરિકા

ઈલાહીએ કહ્યું કે યુએસ વિશ્વભરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે અને ‘મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડર’ (બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા) ની આશાથી અસ્વસ્થ છે. “અમેરિકાનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર ઈરાન નથી. અમારી સરકારને ટાર્ગેટ કર્યા પછી, તેઓ અન્ય દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તપાસ દર્શાવે છે કે વિશ્વની રાજનીતિમાં ‘સત્તા પરિવર્તન’ (Power Shift) થવાનું છે.”



Source link

Related Articles

Back to top button