दुनिया

ચેટજીપીટી-આર્મીની ડીલથી યુઝર્સ ભડક્યા, અનઇન્સ્ટોલેશનમાં 300 ટકા ઉછાળો | ChatGPT Army deal anger user installations surge 300 percent



– સામ ઓલ્ટમેનનો બચાવ યુઝર્સના ગળે ન ઉતર્યો

– અમેરિકન સંરક્ષણ વિભાગ સાથે એન્થ્રોપિકે પડતું મૂકેલું ડીલ ઓપન એઆઈએ કરતાં યુઝર્સમાં ભારે નારાજગી

વોશિંગ્ટન : અમેરિકામાં એઆઈને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ઓપન એઆઈના સીઇઓ સામ ઓલ્ટમેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે તેમની કંપનીએ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન સાથે સમજૂતી કરી તેનો હેતુ છે અને તેની મર્યાદા શું છે. જોકે ઓલ્ટમેનની સમજૂતી કોઈને ગળે ઉતરી લાગતી નથી. તેનો પુરાવો એ છે કે ચેટજીપીટી અનઇસ્ટોલ કરવામાં લગભગ ત્રણસો ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. 

આમ આ મામલો હવે ફક્ત કોન્ટ્રાક્ટનો ન રહેતા સીધો એઆઈ, યુદ્ધ અને નાગરિક અધિકારો સાથે જોડાઈ ગયો છે. ઓલ્ટમેને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓપનએઆઈએ ડિફેન્સ વિભાગ સાથેના તેના કરારમાં થોડો ફેરફાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવું એમ છે કે કેમકે તેનાથી સ્પષ્ટ થઈ શકે કે એઆઈનો ઉપયોગ અમેરિકન નાગરિકો પર નજર રાખવા ન કરવામાં આવે.

તેમણે સ્પષ્ટ લખ્યું છે કે કાયદાકીય મર્યાદામાં રહીને એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. તેનો ઉપયોગ ડોમેસ્ટિક સર્વેલન્સ માટે નહીં કરાય. સરકાર તરફથી કોઈ ગેરબંધારણીય આદેશ આવે છે તો તેનું પાલન નહીં કરીએ. જો કે લોકોને ઓલ્ટમેનની વાત પર ભરોસો આવ્યો નથી. યુઝર્સનો નોંધપાત્ર હિસ્સો માને છે કે એઆઈ કંપનીઓએ લશ્કરથી દૂર જ રહેવું જોઈએ. આ આખા વિવાદમાં એન્થ્રોપિકનું નામ પણ લેવામાં આવી રહ્યુ છે, જેણે સિદ્ધાંતો ખાતર સરકારી કોન્ટ્રાક્ટ જતો કર્યો હતો. તેના પછી ઓપનએઆઈએ ડીલ કરતાં લોકોને એમ જ લાગી રહ્યુ છે કે એન્થ્રોપિકે જે શરતો માની ન હતી તે સામ ઓલ્ટમેને માની લીધી છે. તેથી જ યુઝર્સ ચેટજીપીટી છોડી રહ્યા છે. તેના કારણે તે ચર્ચા પણ તેજ થઈ રહી છે કે એઆઈ કંપનીઓ છેવટે કઈ દિશામાં જઈ રહી છે. આ કંપનીઓ સરકાર સાથે મળીને દેશની સુરક્ષા મજબૂત કરી રહી છે કે ખતરનાક રસ્તે આગળ વધી રહી છે.



Source link

Related Articles

Back to top button