दुनिया

ન્યુક્લિયર ટેસ્ટિંગ તો નથી ને? યુદ્ધ વચ્ચે અમેરિકા બાદ હવે ઈરાનમાં ભૂકંપ, 4.3 તીવ્રતા નોંધાઈ | earthquake in iran geras and US Nevada nuclear test may be reason



Earthquake in Iran: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા બાદ ઈરાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ ઈરાનના ગેરાશ વિસ્તારમાં આવ્યો છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે(USGS)એ કહ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું.

ગેરાશ ઈરાનના ફાર્સ વિસ્તારમાં આવેલું એક શહેર છે. ઈરાન દુનિયાના સૌથી ભૂકંપીય સક્રીય દેશોમાંથી એક છે, કારણ કે અહીં અરેબિયન પ્લેટ અને યુરેશિયનની ટક્કરથી જાગ્રોસ ફોલ્ટ થ્રસ્ટ બેલ્ટ બનેલો છે. ગેરાશ આ બેલ્ટનો ભાગ છે. આ વિસ્તારમાં 4થી 5 મેગ્નિટ્યૂટનો ભૂકંપ સામાન્ય છે. 

જોકે, યુદ્ધ વચ્ચે આવેલા ભૂકંપને એક્સપર્ટ શંકાની નજરે જોઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ઈરાન પોતાની ન્યુક્લિયર શક્તિનું પ્રદર્શન કરવા માટે ન્યુક્લિયર ટેસ્ટિંગ કરી શકે છે.

અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર પણ ભૂકંપના આંચકા

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાના નેવાદા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકાની ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકા ન્યુક્લિયર ટ્રાયલ કરતુ હોવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોમાં, યુએસ જીઓલોજિકલ સર્વે(USGS) એ નેવાડામાં આવેલા ટોનોપા ટેસ્ટ રેન્જ, જે ‘એરિયા 52’ તરીકે ઓળખાય છે, તેની આસપાસ 16 મધ્યમ તીવ્રતાના ભૂકંપ નોંધ્યા છે. આ તમામ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 થી વધુ નોંધાઈ છે. નોંધનીય છે કે ‘એરિયા 52’ અને તેનું વિશ્વપ્રસિદ્ધ પડોશી મથક ‘એરિયા 51’, બંને લાંસ વેગાસની ઉત્તરે આવેલા એક વિશાળ સંકુલનો ભાગ છે, જેને ‘નેવાડા ટેસ્ટ એન્ડ ટ્રેનિંગ રેન્જ'(NTTR) કહેવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button