दुनिया

યુદ્ધ વચ્ચે સાથી દેશે ભૂલથી અમેરિકાના 3 ફાઈટર જેટ તોડી પાડયા! 6 પાયલોટનો ચમત્કારિક બચાવ | us military Statement kuwait mistakenly shot down 3 american f 15e strike eagles aircraft



Israel Iran US War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની સેનાએ દાવો કર્યો કે તેને કુવૈતમાં ત્રણ અમેરિકન ફાઈટર જેટને હવામાં તોડી પાડયા, જે બાદ અમેરિકન સેનાએ ઈરાનનો દાવો ફગાવી દેતા કહ્યું કે, ઈરાન પર હવાઈ હુમલાઓ દરમિયાનના એક લડાકુ મિશનમાં કુવૈતે ભૂલથી ત્રણ અમેરિકન વાયુસેનાના F-15 સ્ટ્રાઈક ઈગલ વિમાનોનોને તોડી પાડયા. 

‘કુવૈતી એર ડિફેન્સ સિસ્ટમની ભૂલ’

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ મુજબ, ‘US એર ફોર્સના ફાઈટર જેટ્સ કુવૈતી એર ડિફેન્સ સિસ્ટમની ભૂલના કારણે નીચે પડ્યા, તમામ છ એર ક્રૂ સુરક્ષિત રૂપથી બહાર નીકળવામાં સફળ રહ્યા, તેમની હાલત સ્થિર છે, કુવૈતે આ ઘટનાનો સ્વીકાર કર્યો છે’ તેમજ US આર્મીએ અમેરિકાના અભિયાનમાં સાથ આપવા માટે કુવૈતી સુરક્ષા દળોના પ્રયાસ અંગે પણ આભાર જતાવ્યો છે.

વાઈરલ વીડિયોમાં શું છે?

મહત્વનું છે કે, કુવૈતમાં અમેરિકન વાયુસેનાના F-15 સ્ટ્રાઈક ઈગલ વિમાનો તૂટયા તેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં ક્રેશના પહેલા પાયલટને વિમાનમાંથી બહાર નીકળતો(ઇજેક્ટ) જોઈ શકાય છે, જ્યારે એક બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે જેટ નીચે પડ્યા બાદ એક ફાઈટર પાયલટને સ્થાનિક લોકો અને કુવૈતના અધિકારીઓ સુરક્ષિત રીતે બચાવી રહ્યા છે. 

F-15 શું છે?

F-15 સ્ટ્રાઈક ઈગલ એક અમેરિકન લડાકુ વિમાન છે, જેનો ઉપયોગ એર સુપિરિયોરિટી પ્રાપ્ત કરવા અને સ્ટ્રાઈક મિશન હાથ ધરવા માટે થાય છે. F-15 ની સૌથી મોટી વિશેષતા તેનો એર-ટુ-એર કોમ્બેટ રેકોર્ડ છે. અત્યાર સુધીના યુદ્ધોમાં તેણે અનેક દુશ્મન વિમાનોને તોડી પાડ્યા છે. : તે અવાજની ગતિ કરતાં બમણી એટલે કે Mach 2.5 (લગભગ 3,000 કિમી/કલાક) થી વધુ ઝડપે ઉડી શકે છે. તે 65,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે



Source link

Related Articles

Back to top button