दुनिया

ઈરાનને આ એક ભૂલ ભારે પડી! ખાસ મિત્ર ચીને પણ મોઢું સીવી લીધું, જાણો ઇનસાઇડ સ્ટોરી | China Distances Itself as Iran Faces Isolation and Oil Supply Crisis Amid US Israel Conflict



China-Iran Relations : અમેરિકા અને ઈઝરાયલે ડ્રોન અને મિસાઇલથી હુમલાઓ કરીને ઈરાનમાં ભારે તબાહી મચાવી છે. આ હુમલામાં સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાનને મોટું નુકસાન થયું છે. આ ત્રણે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી મોટી અસર ચીન પર થઈ છે, કારણ કે તેના માટે ક્રૂડ ઓઇલ ખરીદીના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ચીન વેનેઝુએલા અને ઈરાન પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જોકે આ બંને દેશોમાં અમેરિકાની એન્ટ્રી થયા બાદ ચીનને મોટો ફટકો પડ્યો છે. આમ તો ચીન ઈરાનનું ખાસ મિત્ર છે, જોકે યુદ્ધના સમયે ચીન ઈરાન અંગે કંઈપણ બોલવાથી દૂર ભાગી રહ્યું છે, જેના અનેક કારણો સામે આવ્યા છે.

ક્રૂડ સપ્લાય બંધ થતા ચીનને ફટકો

રિપોર્ટ મુજબ ચીન આ યુદ્ધ પહેલા ઈરાન પાસે બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની ખીરીદ કરી રહ્યું હતું. એટલું જ નહીં તે વેનેઝુએલા પાસેથી પણ મોટાપ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરતું હતું. જોકે હવે યુદ્ધના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે. અમેરિકાની કાર્યવાહીના કારણે ઈરાન અને વેનેઝુએલાથી ચીન પહોંચતું ક્રૂડ ઓઇલ સંપૂર્ણ બંધ થઈ ગયું છે.

ઈરાન પોતાના કુલ ક્રૂડ ઓઇલમાંથી 80 ટકા ચીનને મોકલતું હતું

ચોંકાવનારી વાત એ છે કે, ચીન ઈરાનનું ખાસ મિત્ર છે. તેણે ખામેનેઈના મોતની નિંદા કરી હતી, જોકે તેણે માત્ર આ નિવેદન આપ્યા બાદ આગળ વધુ બોલવાની હિંમત કરી નથી. ચીને અમેરિકા કે ઈઝરાયલ પર કોઈપણ પ્રકારનું આર્થિક પ્રતિબંધ લાદવાની વાત પણ કહી નથી. ઈરાન કુલ ક્રૂડ ઓઇલ નિકાસ કરતું હતું, તેમાંથી 80 ટકા ક્રૂડ ચીનને મોકલાતું હતું. 2025થી ચીન ઈરાન પાસેથી દૈનિક 1.38 મિલિયન બેરલ ખરીદતું હતું. આ ખરીદી ચીનની કુલ ક્રૂડની જરૂરિયાતની 14 ટકા હતી.

આ પણ વાંચો : ખામેનેઈના મોત મામલે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

ચીન માટે ક્રૂડ ઓઇલ ખરીદીના બે વિકલ્પ

સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચીન પાસે માત્ર વેનેઝુએલા કે ઈરાન એકમાત્ર વિકલ્પ નથી, તેની પાસે અન્ય વિકલ્પ તરીકે રશિયા અને સાઉદી અરેબિયા પણ છે. જ્યારથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારથી જ ચીને ઈરાન પાસેથી તેલ ખરીદી ઘટાડી દીધી હતી. જ્યારે રશિયા પાસેથી ખરીદીમાં વધારો કર્યો હતો.

6 મુસ્લિમ દેશો પર હુમલો કરનાર ઈરાનને સાથ દેવો જોખમ

નિષ્ણાતોનું કહેવું છે કે, ઈરાને એક મોટી ભૂલ કરી દીધી છે. તેણે અમેરિકા-ઈઝરાયલ જેવા બૈ સૈન્ય સુપરપાવર સાથે લડતી વખતે છ મુસ્લિમ દેશો પર પણ હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં ઈરાન હવે એકલું પડી ગયું છે. ચીન અને રશિયા ભલે ઈરાનના ખાસ મિત્ર હોય, જોકે હાલની સ્થિતિ મુજબ કોઈપણ દેશ હુમલાનો સામનો કરી રહેલા દેશો વિરુદ્ધ જવાનો કે ઈરાનને સાથ દેવાનું કદાચ જોખમ નહીં ઉઠાવે. ચીન પાસે પોતાની ઊર્જા જરૂરિયાત પૂરી કરવા માટેના વિકલ્પોમાં તે દેશો સામેલ છે, જેમના પર ઈરાને હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં ચીનને ચૂપ રહેવામાં જ ફાયદો દેખાઈ રહ્યો છે.

ચીન-ઈરાન ગાઢ સંબંધો પર પૂર્ણવિરામ !

છેલ્લા ઘણા વર્ષોમાં ચીન-ઈરાન વચ્ચે સંબંધો ગાઢ બનતા ગયા છે. બંને દેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ક્રૂડ ઓઇલની ખરીદી સહિત અનેક મોરચે સંબંધો વધારી રહ્યા હતા. જોકે પાસે ઇસ્લામિક દેશોમાં સાઉદી અરેબિયા, તુર્કેઈ જેવા વિકલ્પો છે. આવી સ્થિતિમાં ચીન ઈરાન માટે કોઈપણ આક્રમક વલણ નહીં દેખાડે. વર્તમાન સ્થિતિમાં ઈરાને તે દેશો પર હુમલો કરીને ભૂલ કરી છે, જેમણે સીધો હુમલો કર્યો નથી.

આ પણ વાંચો : પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી? 



Source link

Related Articles

Back to top button