दुनिया

VIDEO: સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની ‘અરામકો’ પર ડ્રોન એટેક, ઈરાનના હુમલાથી હાહાકાર | iran israel war ras tanura irans drones hit aramco oil refinery in saudi arabia


Saudi Aramco Drone Attack: મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધની ભયાનક અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે, જ્યાં ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોની ‘રાસ તનુરા’ રિફાઇનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે રિફાઇનરી બંધ કરી દેવાતા દુનિયાભરમાં ઊર્જા સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોમાં 9.32%નો તોતિંગ વધારો થયો છે. 

વિશ્વના 20% ઓઇલ સપ્લાયના માર્ગ સમાન હોર્મુઝની સામુદ્રધુનીમાં(Strait of Hormuz) શિપિંગ સેવાઓ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે બેરલ દીઠ 80 ડૉલર સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિ જો લાંબો સમય ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીમાં ઉછાળો આવે તેવી ભીતિ છે.

મધ્ય પૂર્વમાં હાઇ ઍલર્ટ: પાયાવિહોણા હુમલાઓથી વધતો જતો તણાવ

શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઇલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ હુમલાના વળતા પ્રહારમાં તેહરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર ઉપરાઉપરી હુમલા કર્યા છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાયાવિહોણા ગણાવીને તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સાઉદી સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમણે ઈરાન વિરુદ્ધના કોઈ પણ ઓપરેશનમાં પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી, છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બિલકુલ સ્વીકાર્ય નથી.

આ પણ વાંચો: ભારતને યુરેનિયમ આપશે કેનેડા, PM મોદી અને કાર્નીની મુલાકાતમાં થયા મહત્ત્વપૂર્ણ કરારો

સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ

વૈશ્વિક બજારમાં હાલ ભારે અસ્થિરતાનો માહોલ છે. જો હોર્મુઝની સામુદ્રધુની લાંબો સમય બંધ રહેશે, તો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ઠપ થઈ શકે છે, જે આખરે દુનિયાભરમાં મોંઘવારીમાં મોટો ઉછાળો લાવશે. સાઉદી સત્તાવાળાઓએ આ હુમલાઓ સામે લાલ આંખ કરતાં રિયાધમાં ઈરાની રાજદૂતને તેડું મોકલી સખત વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂ સરકારના આકરા વલણ પછી હવે અખાતી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે, જેની માઠી અસર સામાન્ય લોકો અને વિશ્વના અર્થતંત્ર પર પડવાની ભીતિ છે.


VIDEO: સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની 'અરામકો' પર ડ્રોન એટેક, ઈરાનના હુમલાથી હાહાકાર 2 - image



Source link

Related Articles

Back to top button