दुनिया

અમેરિકા પર હુમલા કરવાનો ઈરાનનો કોઈ પ્લાન જ નહોતો : પેન્ટાગોને ટ્રમ્પના દાવાઓની પોલ ખોલી! | Pentagon Congress Briefing Iran Attack Report March 2026



Pentagon Congress Briefing Iran Attack Report March 2026 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેણે ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પોલ ખોલી નાખી છે. રોયટર્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનનો અમેરિકા પર પહેલા હુમલો કરવાનો કોઈ પ્લાન જ નહોતો.  

અહેવાલ મુજબ, પેન્ટાગોન દ્વારા યુએસ કોંગ્રેસને આપવામાં આવેલી જાણકારીમાં ઈરાન અંગે કેટલીક મહત્ત્વની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ યુએસ કોંગ્રેસને જણાવ્યું છે કે, આયતુલ્લા અલી ખામેનેઈને મારવા માટે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા પહેલા ઈરાન અમેરિકા પર હુમલો કરવાનું હતું તેવા કોઈ સંકેતો મળ્યા નથી.

જોખમ છતાં ઇન્ટેલિજન્સનો અભાવ

પેન્ટાગોનના અધિકારીઓએ બંધબારણે થયેલી બ્રીફિંગમાં સ્વીકાર્યું હતું કે, ઈરાનની બેલેસ્ટિક મિસાઇલો અને પ્રોક્સી દળો અમેરિકાના હિત માટે મોટું જોખમ જરૂર હતા, પરંતુ તેહરાન પહેલા હુમલો કરવાનું છે તેવી કોઈ ઈન્ટેલિજન્સ માહિતી તેમની પાસે નહોતી.

અગાઉના દાવાઓ પર સવાલ

આ અહેવાલ ટ્રમ્પ વહીવટીતંત્રના તે અગાઉના દાવાઓ પર શંકા પેદા કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેહરાન અમેરિકી દળો પર વહેલા તે પહેલાના ધોરણે (Preemptively) હુમલો કરી શકે છે.



Source link

Related Articles

Back to top button