दुनिया

ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના મોત પર ભડક્યાં પુતિન, ચીને પણ આપી આકરી પ્રતિક્રિયા | russia vladimir putin and china called khamenei death a murder



Khamenei Death: અમેરિકા અને ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. મિડલ ઈસ્ટ હાલ બોમ્બ-ધડાકાથી ગુંજી રહ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે.

હત્યા અને હુમલાની ઘોર નિંદા: ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, ‘ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના માપદંડનું ખુલ્લુ ઉલ્લંઘન છે. ચીન તેના વિરુદ્ધમાં છે અને હુમલાની ઘોર નિંદા કરે છે. 

મિલિટ્રી ઓપરેશન રોકી દેવામાં આવે: ચીન

વધુમાં ચીની પ્રવક્તાએ અપીલ કરી કે,  ‘અમે મિલિટ્રી ઓપરેશનને તાત્કાલિક રોકવા, તણાવપૂર્ણ સ્થિતિને આગળ વધતી રોકવા, તેમજ મધ્ય પૂર્વ અને દુનિયામાં શાંતિ અને સ્થિરતા બની રહે તેવા સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ કરીએ છીએ’

‘ઈરાનને બદલો લેવાનો અધિકાર’

બીજી તરફ ઈરાન રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પજશકિયાને ખામેનેઈની હત્યાને મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધની ઘોષણા ગણાવતા કહ્યું છે કે સૌથી મોટા રાજકીય અને ધાર્મિક નેતાની હત્યા શિયા સમુદાય સામે ખુલ્લી લડાઈ છે. તેનો બદલો લેવાનો ઈરાનનો કાયદાકીય અધિકાર છે. 

40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અમેરિકા ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના 40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.

આ પણ વાંચો: Explainer: ઈરાને હોર્મુઝ ખાડીનો માર્ગ બંધ કરાવ્યો, ફ્યૂલના ભાવ વધશે તો ભારત સહિતના દેશોમાં મોંઘવારી માઝા મૂકશે

ઠાર મરાયેલા મુખ્ય સૈન્ય અને સુરક્ષા અધિકારીઓ

મોહમ્મદ પકપૂર: IRGC ના ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, જેમને 2025 માં ખામેનેઈએ પ્રમોટ કર્યા હતા. તેહરાન પાસે થયેલી સ્ટ્રાઈકમાં તેમના નિધનથી ઈરાની સૈન્યમાં નેતૃત્વનું સંકટ ઊભું થયું છે.

અમીર નાસિરઝાદેહ: ઈરાનના સંરક્ષણ મંત્રી અને મિસાઈલ પ્રોગ્રામના માસ્ટરમાઈન્ડ. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ તેમના મુખ્યાલયને નિશાન બનાવતા તેમનું મોત થયું છે.

અલી શમખાની: ખામેનેઈના સૌથી ટોચના સલાહકાર અને સુરક્ષા પરિષદના વડા. તેઓ પરમાણુ વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેઓ પણ તેહરાન પાસેના હુમલામાં પરિવાર સાથે શહીદ થયા છે.

ઈસ્માઈલ કાની: કુદ્સ ફોર્સના ચીફ અને પ્રોક્સી વોરના મુખ્ય આર્કિટેક્ટ. હિઝબુલ્લાહ અને હૂતી જેવા જૂથો સાથેના તેમના સંબંધો જાણીતા હતા. કાની પણ ડ્રોન સ્ટ્રાઈકનો શિકાર બન્યા છે.

મોહમ્મદ બઘેરી: સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગના વડા પણ આ હુમલામાં માર્યા ગયા હોવાનું જણાવાયું છે.



Source link

Related Articles

Back to top button