શું ઈરાનમાં ઘૂસશે અમેરિકાની સેના? ખામેનેઈના અંત બાદ ટ્રમ્પ-નેતન્યાહૂના આગામી પગલાં પર દુનિયાની નજર | Will US & Israel Launch Ground Invasion of Iran After Khamenei’s Death Risks & Strategy Explained

![]()
Iran-US Conflict : અમેરિકા અને ઈઝરાયલ એક થઈને ઈરાન પર ભયાનક હુમલા કરી રહ્યું છે, શનિવારથી શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. અત્યાર સુધી આ દેશો ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કરી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ છે કે, શું અમેરિકન અને ઈઝરાયલી સૈનિકો ઈરાનની જમીન પર ઉતરશે? 28 ફેબ્રુઆરીએ હુમલા શરૂ થયા હતા, ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનેઈનું મોત થયું હોવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ઈરાનની સરકારને બદલવા માટે હુમલા કરવામાં આવ્યા છે.
જમીન પર સૈનિકો ઉતારશે તો મોટું જોખમ
નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર હવાઈ હુમલાઓ કરી ઈરાનમાં સરકાર બદલી મુશ્કેલ છે. જો સૈનિકો ઉતારવામાં આવશે તો તે મોટું જોખમ સાબિત થઈ શકે છે. ઈરાને વળતો જવાબ આપીને અનેક દેશો પર મિસાઈલો ઝિંકી, પરંતુ મોટાભાગની તે નિષ્ફળ ગઈ છે. હવે સવાલ એ છે કે, શું હવે હુમલાઓ જમીન પર ઉતરીને કરવામાં આવશે કે પછી હવાઈ કે મિસાઈલ હુમલાઓ સુધી જ સીમિત રહેશે.
અમેરિકા અને ઈઝરાયલ કહી રહ્યા છે કે, તેઓ ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમને ખતમ કરવા અને ઈરાનના લોકો સરકાર બદલવાના ઉદ્દેશ્ય સાથે આ હુમલા કરી રહ્યા છે. જોકે ઈતિહાસ કહે છે કે, આવા હુમલાઓના કારણે હંમેશા અરાજક ફેલાય છે અને યુદ્ધ લાંબા સમય સુધી ચાલે છે.
આ પણ વાંચો : ‘ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી’, દુબઈ પર હુમલા બાદ ભડક્યું UAE
જમીન પર ઉતરવાની સંભાવના કેટલી?
1… અમેરિકાને મોટું નુકશાન થશા : અમેરિકા અને ઈઝરાયલે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ઈરાનના જમીન પર સૈનિકો નહીં મોકલે. મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પે કહ્યું છે કે, આ માત્ર હવાઈ હુમલો છે. અમેરિકન પ્રજા જમીન પર આક્રમણ કરવા નહી માંગતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો જમીન પર સૈનિકો ઉતારવામાં આવશે તો અમેરિકાને બહુ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે ઈરાનની સેના મજબૂત છે અને તેઓ ગેરિલા વોરફેર કરી શકે છે.
2… જમીન પર હુમલા કરવા માટે લાખો સૈનિકોની જરૂર : કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના નિષ્ણાંતોનું કહેવું છે કે, સરકાર પાડવા માટે જમીની હુમલાની જરૂર છે, પરંતુ ટ્રમ્પ આવો આદેશ આપ્યો નથી. જો આવું થયું તો પ્લાનિંગ એ હશે કે, પહેલા હવાઈ હુમલાઓ કરીને ઈરાનની સેનાને નબળી પાડવામાં આવશે, પછી સ્પેશિયલ ફોર્સ મોકલીને મહત્ત્વના સ્થળો પર કબજો કરવામાં આવશે. મીડલ ઈસ્ટમાં 30થી 40 હજાર અમેરિકન સૈનિકો છે, પરંતુ ઈરાન જેવા મોટા દેશમાં જમીની હુમલો કરવા માટે લાખો સૈનિકોની જરૂર પડશે.
3… જમીની હુમલામાં હિઝબુલ્લા-હુતીઓનો ખતરો : ઈઝાયલી સેના નાની છે, તેથી તેઓ જમીની ઓપરેશનમાં વધુ ભાગ નહીં લે. જો જમીની હુમલો કરવાની યોજના હશે તો અમેરિકા અને ઈઝરાયલ ઈરાનની સરહદમાં ઘુસશે, મોટા શહેરો, જેમ કે તહેરાન પર કબજો કરશે અને ન્યૂક્લિયર સ્થળને સુરક્ષિત કરશે. જોકે આ યોજના ખૂબ જ ખતરનાક છે, કારણ કે ઈરાનના પ્રોક્સી ગ્રૂપ, જેમ કે હિઝબુલ્લા અને હૂતીઓ હુમલા કરી શકે છે.
અત્યાર સુધીનો ઈતિહાસ જોઈએ તો અમેરિકા અને ઈઝરાયલે ભેગા થઈને અત્યાર સુધી કોઈપણ દેશમાં ઘૂસીની જમીની હુમલો કર્યો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની જમીન પર ઘૂસીને હુમલો કરવાથી બચવું જોઈએ, કારણ કે તે ખૂબ જ જોખમકારક છે અને તેનાથી મિડલ ઈસ્ટમાં અરાજક ફેલાઈ શકે છે. આમાં અમેરિકાને પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે.



