दुनिया

ઈરાને બદલો લેવા 9 દેશો પર બોમ્બ વરસાવ્યા, દુબઈ-કતાર પર મિસાઈલો ઝીંકી; ઓમાનમાં એક ભારતીયને ઈજા | iran attacks uae qatar dubai airport khamenei revenge



Iran Attack on UAE : ઈરાન તેના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતનો બદલો લઈ રહ્યું છે. ખામેનેઈના નિધન બાદ ઈરાને અમેરિકાના સાથી એવા સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતાર પર મોટા પાયે હુમલા કર્યા છે. મીડિયા અહેવાલો મુજબ, ઈરાને મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને અમેરિકી સૈન્ય મથકો પર બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ભીષણ હુમલા શરૂ કરી દીધા છે.

UAE અને કતારમાં પ્રચંડ વિસ્ફોટ

અમેરિકાના સાથી દેશો UAE અને કતાર પર થયેલા તાજા હુમલામાં દુબઈ અને કતારની રાજધાની દોહામાં અનેક ભયાનક વિસ્ફોટો સંભળાયા છે. ઈરાનનો આ હુમલો તેના પાડોશી દેશોને એક સંદેશ આપવા માટે છે કે જો તેઓ અમેરિકા કે ઈઝરાયેલનો સાથ આપશે તો તેના પરિણામો ભોગવવા પડશે.

ઓપરેશન ટ્રુ પ્રોમિસ: જેબેલ અલી અને કુવૈતમાં તબાહી

IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ જણાવ્યું છે કે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ના પાંચમા તબક્કામાં જેબેલ અલી એન્કરેજ પાસે અમેરિકી જહાજો માટે દારૂગોળો લઈ જઈ રહેલા એક જહાજ પર ચાર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જહાજ સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

કુવૈતમાં હુમલો પણ હુમલો IRGC ના દાવા મુજબ, ઈરાને કુવૈતના અબ્દુલ્લા મુબારક વિસ્તારમાં આવેલા અમેરિકી નેવલ બેઝ પર 4 બેલેસ્ટિક મિસાઈલો અને 12 ડ્રોન વડે હુમલો કર્યો છે. આ હુમલામાં બેઝનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકોના મોત થયા હોવાની આશંકા છે.

અમેરિકા સામે મોરચો માંડ્યો

ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે, “IRGC નેવી અને એરફોર્સ સાથે મળીને દુશ્મન યુનિટ્સ માટે નરકના દરવાજા ખુલ્લા રાખશે.” ઈરાને જણાવ્યું કે MST-ક્લાસ કોમ્બેટ સપોર્ટ શિપ, જે હિંદ મહાસાગરમાં અમેરિકી જહાજો માટે ઈંધણ લઈ જઈ રહ્યું હતું, તેને ઈરાનની 380 મિસાઈલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

દુબઈ એરપોર્ટ અને પામ આઈલેન્ડ પર પણ હુમલો. ઈરાને વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંના એક એવા દુબઈ એરપોર્ટ પર હુમલો કર્યો છે. આ અગાઉ ઈરાને દુબઈના પ્રખ્યાત ‘પામ આઈલેન્ડ’ અને લક્ઝરી હોટલ ‘બુર્જ અલ અરબ’ પર પણ હુમલા કર્યા હોવાના અહેવાલ છે.

મધ્યસ્થતા કરનારા ઓમાન પર ઈરાનનો હુમલો
ઈરાને હવે ઓમાન પર પણ હુમલો કર્યો છે. ઓમાનના ખસાબ પોર્ટ પર એક ઓઈલ ટેન્કર પર ઈરાને હુમલો કર્યો છે. જેમાં એક ભારતીય અને એક ઈરાની ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયા છે.



Source link

Related Articles

Back to top button