दुनिया

‘ઈરાન પર થયેલા અકારણ હુમલાની નિંદા થવી જોઈએ’, કોંગ્રેસે PM મોદીના ઇઝરાયલ પ્રવાસ પર કર્યા પ્રહાર | Congress questions PM Modi’s Israel visit unprovoked attack on Iran should be condemned



Iran Israel Conflict News: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર તાબડતોડ હુમલાઓ શરૂ કરી દીધા છે. તેના જવાબમાં ઈરાને પણ પલટવાર શરૂ કરી દીધા, યુદ્ધ હવે વિનાશકરૂપ ધારણ કરી ચૂક્યું છે. ત્યારે આ વચ્ચે ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે.

વડા પ્રધાન મોદીની ઈઝરાયલ યાત્રાના સમય પર કોંગ્રેસનો કટાક્ષ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોતાના x હેન્ડલ પર પોસ્ટ કરતાં આરોપ કર્યો છે કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ યાત્રાની ખુશી મનાવ્યાના બે દિવસ બાદ જ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં સૈન્ય જમાવડાને જોતાં આ બધુ અપેક્ષિત હતું. તેમ છતાં વડાપ્રધાન મોદીએ ઈઝરાયલ જવાનો નિર્ણય લીધો, આ ઉચ્ચ સ્તરની નૈતિક કાયરતાનું પ્રદર્શન છે’

ઈરાન પર અકારણ થયેલા હુમલાની નિંદા કરવી જોઈએ: કોંગ્રેસ

જયરામ રમેશે વધુમાં કહ્યું કે ‘તેમણે ઘોષણા કરી હતી કે ભારત ઈઝરાયલ સાથે ઊભું છે, તેવું કહેવા પર તેમણે એવોર્ડ પણ મળી ગયો, આ ઈઝરાયલ પ્રવાસ શર્મનાયક હતો, અને હવે તો વધુ શર્મનાયક પ્રતીત થઈ રહ્યો છે કે કારણ કે યુદ્ધ એ બે નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમને વડાપ્રધાન મોદી પોતાના સારા મિત્ર ગણાવે છે.  એક પોસ્ટને રિપોસ્ટ કરતાં જયરામ રમેશે માગ કરી કે, ભારતે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર અકારણ થયેલા હુમલાની નિંદા કરવી જોઈએ, આવું ન કર્યું તો તે કેન્દ્ર સરકારની કાયરતા છે.’

ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી

બીજી તરફ ભારત સરકારે ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.  આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે.  કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.





Source link

Related Articles

Back to top button