ઇઝરાયલ પર ઈરાન, યમન અને લેબનોનનો સંયુક્ત હુમલો, હુથી અને હિઝબુલ્લાહ પણ સક્રિય | israel under attack iran yemen lebanon joint missile strike

![]()
Iran Israel War : અમેરિકા અને ઇઝરાયલે મળીને આજે(28 ફેબ્રુઆરી) ઈરાન પર હુમલો કર્યો છે. ત્યારે હવે ઈરાને પણ ઇઝરાયલના હુમલાનો જવાબ આપવા માટે મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાન તરફથી ઈઝરાયલ પર ઓછામાં ઓછી 70 મિસાઈલો છોડવામાં આવી છે. ઇઝરાયલી સેનાના અનુસાર, ઈરાને બેલેસ્ટિક મિલાઈલોથી હુમલા કર્યા છે, જોકે અમારી એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે.
ઈરાન-યમન-લેબેનોનનો સંયુક્ત હુમલો
યુદ્ધમાં ઈરાનને યમન અને લેબેનોનનો સાથ મળ્યો છે. ત્રણેયે સાથે મળીને ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
ઈરાન સમર્થિત હૂથિઓ ફરી હુમલા શરૂ કરશે, હિઝબુલ્લાહ પણ સક્રિય
યમનના ઈરાન સમર્થિત હૂથિ બળવાખોર સંગઠને રાતા સમુદ્રના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર હુમલાને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માહિતી 2 હૂથિ અધિકારીઓએ અમેરિકન સમાચાર એજન્સી APને આપી છે. નામ ન જણાવવાની શરત પર એક અધિકારીએ કહ્યું કે, બળવાખોરો દ્વારા પહેલો હુમલો આજે રાત્રે જ થઈ શકે છે. ત્યારે, લેબેનોનથી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ ઇઝરાયલ પર હુમલા કર્યા છે.
ઇઝરાયલમાં ઇમરજન્સી જાહેર, સાયરન વાગવાનું શરૂ
ઈરાને પલટવાર શરૂ કરી દેતા ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે, ઈરાન તરફથી મિસાઈલો છોડવામાં આવી રહી છે, જેને લઈને દેશના અનેક વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા. ખતરાને રોકવા માટે અને જ્યાં જરૂરી હોય ત્યાં તેને નષ્ટ કરવા માટે કાર્યવાહી કરાઈ રહ્યા છીએ. યુએઇ અને બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. અમેરિકાનાં ઇસ્લામિક દેશોમાં જેટલા પણ બેઝ છે ત્યાં તમામ સ્થળો પર ઇરાને તબક્કાવાર રીતે હુમલાઓ શરૂ કરી દીધા છે. અમેરિકા દ્વારા પણ પોતાનાં તમામ બેઝ ખાલી કરવા માટેના આદેશ આપી દેવાયો છે.
ઈરાને એક સાથે 5 દેશો પર કર્યો હુમલો
ઈરાને એક સાથે કતાર, બેહરીન, કુવૈત, UAE અને ઇઝરાયલ પર હુમલો કર્યો છે. જેમાં કતાર, બેહરીન, કુવૈત અને UAEમાં US બેઝને ટાર્ગેટ બનાવ્યા છે. ઈરાને બેહરીનમાં અમેરિકન હેડક્વાર્ટર પર હુમલા કર્યા છે. કરાતમાં US બેઝ પર હુમલા કર્યા છે. બેહરીનમાં સાયરનના અવાજ સાંભળવા મળી રહ્યા છે.


