એપસ્ટીન ફાઇલ્સમાં વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નામ ઉછળતા ચકચાર મચી | Scientist Stephen Hawking’s name appears in Epstein files causing a stir

![]()
– હોકિંગની બે મહિલાઓ સાથેની તસવીર વાયરલ
– સ્ટીફન હોકિંગ આઇલેન્ડ પર એપસ્ટીને યોજેલી માઇનોરની પાર્ટીમાં હાજર હોવાનો વર્જિનિયા ગિઉફ્રેએ દાવો કર્યો હતો
નવી દિલ્હી : એપસ્ટીન ફાઇલના લીધે આખા વિશ્વમાં હડકંપ મચેલો છે. એપસ્ટીન ફાઇલમાં દરરોજે કોઈને કોઈ સેલ્બિરિટીનો પર્દાફાશ થતો રહે છે. હવે તેમા જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નામ આવતા ફક્ત વૈજ્ઞાનિક વર્તુળો જ નહીં આખા વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. એપસ્ટીન ફાઇલ્સમાં સ્ટીફન હોકિંગની બિકિની પહેરી બે મહિલાઓ વચ્ચેની તસ્વીરે સનસનાટી મચાવી દીધી છે.
સ્ટીફન હોકિંગની જોડે રહેતી મહિલાઓની ઓળખ કરવામાં આવી નથી. હોકિંગ સહિત ત્રણ મહિલાના હાથમાં પીણું છે. સ્ટીફન હોકિંગનો ગ્લાસ તેના ઉપરાંત મહિલાએ પણ પકડી રાખ્યો છે. બંને મહિલાઓની ઓળખ છતી ન થાય તે માટે તેમનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો છે. બંને મહિલાએ બ્લેક રંગની બિકિની પહેરી છે. આ તસ્વીર ક્યાં લેવામાં આવી હતી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ આ તસ્વીર જાહેર થયા પછી તો સોશિયલ મીડિયા પર તે આગની જેમ ફેલાવવા લાગી છે. સ્ટીફન હોકિંગના કુટુંબે જણાવ્યું હતું કે પ્રોફેસર હોકિંગે ૨૦મી સદીના ફિઝિક્સમાં જબરદસ્ત યોગદાન આપ્યું હતું. તેની સાથે તે ન્યુરોનની બીમારીથી લાંબા સમય સુધી બચનારી વ્યક્તિ પણ હતા. આ એક એવી બીમારી હતી જે તેમને અશક્ત કરી દેતી હતી, જેના લીધે તેમણે વેન્ટિલેટર, વોઇસ સિન્થેસાઇઝર, વ્હીલચેર અને ચોવીસ કલાક મેડિકલ કેર પર આધારિત રહેવું પડતું હતું.
આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે તેમના તરફથી કોઈપણ પ્રકારનો ખોટો ઇશારો કે વ્યવહાર બહુ દૂરની વાત છે. હોકિંગ ૫૦ વર્ષ સુધી બીમારી સામે લડયા હતા અને ૨૦૧૮માં ૭૬ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તે વિશ્વભરના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોના જૂથમાં સામેલ હતા, જેમણે માર્ચ ૨૦૦૬માં એપસ્ટીન દ્વારા ફંડેડ અને હોસ્ટ કરવામાં આવેલી એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સ કેરેબિયન આઇલેન્ડ સેન્ટ થોમસ પર થઈ હતી, જે એપસ્ટીનના કુખ્યાત આઇલેન્ડની પાસે છે. ઉલ્લેખનીય છે કે હોકિંગનું નામ એપસ્ટીન ફાઇલમાં ત્યારે પણ આવ્યું હતું જ્યારે વર્જિનિયા ગિફ્રેએ આરોપ લગાવ્યો હતો કે સાયન્ટિસ્ટે એક વખત વર્જિન આઇલેન્ડ્સમાં સગીરોની પાર્ટીના એક જૂથમાં હિસ્સો લીધો હતો. ફાઇલમાં ઉપલબ્ધ ઇ-મેઇલ મુજબ એપસ્ટીને ગિફ્રેને મિત્રોને તેના દાવાને ખોટો સાબિત કરવામાં મદદ કરવા રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. જો કે હોકિંગ પર ક્યારેય પણ કોઈ ખોટા કામ માટે સત્તાવાર રીતે આરોપ લાગ્યો નથી. તેમની મૃત્યુ ૨૦૧૯માં એપસ્ટીન તેના પર લાગેલા ગંભીર આરોપો બદલ જેલમાં ધકેલાયો ત્યારે થયું હતું.



