दुनिया

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે કિમ જોંગ ઉનની સાઉથ કોરિયાને ધમકી- આખો દેશ નકશામાંથી મિટાવી દઇશું | if we are threatened we will wipe out the entire country kim jong un warned South Korea



Kim Jong Un Warned South Korea: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે કિમ જોંગ ઉને સાઉથ કોરિયાને ધમકી આપી દીધી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ધમકી આપી છે કે, ‘જો અમારી સુરક્ષા જોખમમાં મૂકાય તો પરમાણુ-સંપન્ન દેશ દક્ષિણ કોરિયાને નકશામાંથી મિટાવી દઈશું.’ તેમણે ફરી એકવાર સિયોલ સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો. સરકારી મીડિયાએ ગુરુવારે આ જાણકારી આપી. જોકે, સત્તારુઢ પાર્ટીની એક બેઠકના સમાપન દરમિયાન તેમણે આગામી પાંચ વર્ષ માટે પોતાના નીતિગત લક્ષ્યોની રૂપરેખા પ્રસ્તુત કરતા વોશિંગ્ટન સાથે વાતચીત માટે પોતાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. 

તાજેતરના વર્ષોમાં કિમે સિયોલ પ્રત્યે પોતાના નિવેદનોને વધુ આકરા બનાવી દીધા છે અને તેની સાથે રાજદ્વારી પ્રત્યે પોતાના અસ્વીકાર પર ભાર મૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તેનાથી સૈન્ય સંઘર્ષની આશંકા નથી, પરંતુ તેનો હેતુ એક વ્યાપક વ્યૂહરચનાને આગળ વધારવાનો છે. આ હેઠળ કિમના પરમાણુ હથિયારો અને મોસ્કો તથા બેઈજિંગ સાથેના સંબંધોના બળ પર ઉત્તર કોરિયાની વધુ મજબૂત અને પ્રભાવશાળી ભૂમિકા સ્થાપિત કરવાનો છે. 

સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, કિમે પોતાની પરમાણુ-સંપન્ન સેનાને મજબૂત કરવા માટે નવી હથિયાર પ્રણાલીઓને વિકસાવવાનું પણ આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, ‘તાજેતરના વર્ષોમાં પરમાણુ અને મિસાઈલ ક્ષેત્રોમાં ઝડપથી થઈ રહેલા વિકાસથી દેશ પરમાણુ સંપન્ન દેશ તરીકે ઉભર્યો છે. જો અમેરિકા લાંબા સમયથી અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવા માગે છે, તો તેણે ઉત્તર કોરિયા પ્રત્યેની પોતાની કથિત શત્રૂતાપૂર્ણ નીતિઓ છોડવી પડશે.’ 

સાઉથ કોરિયાએ શું કહ્યું?

સાઉથ કોરિયાના એકીકરણ મંત્રાલયે કહ્યું કે, ઉત્તર કોરિયાનું આંતર-કોરિયન સંબંધોને શત્રુતાપૂર્ણ ગણાવવું દુઃખદ છે અને સિયોલ શાંતિ પ્રયાસોને ‘ધૈર્યપૂર્વક’ ચાલુ રાખશે.

અમેરિકા સાથે વાતચીત ઠપ

એક્સપર્ટસે પહેલાથી જ અનુમાન લગાવ્યું હતું કે, કિમ સાઉથકોરિયા પ્રત્યેના પોતાના કડક વલણને વધુ સંસ્થાકીય બનાવી શકે છે. 2019માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત નિષ્ફળ ગયા બાદ ઉત્તર કોરિયાની અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે રાજદ્વારી વાતચીત ઠપ છે. કિમે 2024માં સાઉથ કોરિયાને કાયમી દુશ્મન જાહેર કરીને સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી દીધા હતા. 

આ પણ વાંચો: ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’, ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ

કિમ જોંગ ઉન ફરી નેતા બન્યા

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને સોમવારે સત્તારુઢ વર્કર્સ પાર્ટીના ટોચના પદ માટે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ જણાવ્યું કે, કિમને હજારો પ્રતિનિધિઓની “સર્વસંમતિથી” પાર્ટીના મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. વર્ષ 2016થી દર પાંચ વર્ષે યોજાતી આ કોંગ્રેસમાં શીર્ષ નેતાની ચૂંટણી થાય છે. 



Source link

Related Articles

Back to top button