કેનેડાના વડાપ્રધાન માઇક કાર્નીની ભારતની મુલાકાત દરમિયાન યુરેનિયમનો સોદો થવાની પૂરી સંભાવના | Uranium deal likely to happen during Canadian Prime Minister Mike Carney visit to India

![]()
– કાર્નીની સાથે આવનારા વ્યાપારી પ્રતિનિધિ મંડળમાં દુનિયાની સૌથી મોટી યુરેનિયમ સપ્લાયર કંપની કેમેકોના વડા ટીમ ગિત્ઝેબ પણ આવવાના છે
ટોરેન્ટો, નવી દિલ્હી : કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની આ સપ્તાહમાં યોજાનારી ભારતની મુલાકાત દરમિયાન યુરેનિયમ અંગે સોદો થવા પૂરી સંભાવના રહેલી છે. કાર્નીની સાથે કેનેડાનું વ્યાપારી મંડળ પણ ભારતની મુલાકાતે આવવાનું છે. તેમાં દુનિયાની સૌથી મોટી યુરેનિયમ સપ્લાયર કંપની ‘કેમેકો’ના સી.ઈ.ઓ. ટીમ ગિત્ઝેબ પણ આવવાના છે તેમજ બિઝનેસ કાઉન્સીલ ઓફ કેનેડાના સી.ઈ.ઓ. અને પ્રેસિડેન્ટ ગોલ્ડી હાઈડેરે, હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું. જોકે તેઓએ યુરેનિયમ સોદા વિષે કશું સ્પષ્ટ કહ્યું ન હતું, પરંતુ બંને દેશોના અધિકારીઓએ તે વિષે સંકેતો આપી દીધા છે.
કેમેકોનું મુખ્ય મથક સાસ્કાત્ હેવાન રાજ્યનાં પાટનગર સાસ્કાતૂનમાં આવેલું છે. એ પ્રાંતના વડાપ્રધાન (કેનેડા ફેડરેશન હોવાથી દરેક પ્રાંતીય રાજ્યની સરકારોના વડા વડાપ્રધાન કહેવાય છે.) (માઇક કાર્ની સમગ્ર દેશના વડાપ્રધાન છે) સ્કોટ મોએ પણ આ ડેલિગેશનમાં સામેલ હશે.
યુરેનિયમ સોદા અંગે તેઓએ કહ્યું હતું કે, સહજ રીતે જ તે ભારત સાથેની મંત્રણામાં કેન્દ્રસ્થ રહેશે જ.
જો આ સોદો થાય તો તેની કિંમત કેનેડીયન ડોલર ૨.૮ બિલિયનનો હશે તે એક દશક પૂરતો રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારતના ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીએ ‘કેમેકો’ સાથે યુરેનિયમ વિષે સોદો કર્યો હતો. તેની મુદત ૨૦૨૦માં પૂરી થઈ ગઈ હતી. તે પૂર્વે ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા ગયા હતા, અને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ૨૦૧૩માં થયેલા કરારો પ્રમાણે શાંતિમય હેતુઓ જેવા કે વિદ્યુત ઉત્પાદન માટે કેનેડા યુરેનિયમ આપવા સહમત થયું હતું. હવે ભારત નાના નાના રીચેડર્સ પણ બનાવી રહ્યું છે જે વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે. કેનેડાના ઊર્જા મંત્રી ટીમ હોગસન ગયા મહિને ભારત આવ્યા હતા અને ભારતના મંત્રીઓ સાથે ઘણી ઘણી મંત્રણાઓ કરી હતી.


