दुनिया

અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ? સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ બનાવ્યો માસ્ટરપ્લાન | Trump’s SOTU: Tariffs to Replace Income Tax Despite US Supreme Court Setback



Donald Trump Plans to Swap Income Tax for Tariff : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઑફ ધ યુનિયનને સંબોધન કરીને અમેરિકનોને ખુશ કરતી વાતો કરી છે. તાજેતરમાં જ અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે જાહેર કરતો ચુકાદો આપ્યો હોવા છતાં ટ્રમ્પનું વલણ બદલાયું નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ટેરિફથી નમતું જોખવાના નથી. તેમણે એવું પણ કહ્યું છે કે, ટેરિફ ઈન્કમ ટેક્સની જગ્યા લઈ શકે છે, જેનાથી અમેરિકન જનતા પર ઈન્કમ ટેક્સનો બોજ ઘટી શકે છે.

આવકમાં ઘટાડો છતાં અન્ય દેશો અમેરિકા સાથેની સમજૂતીથી સંતુષ્ટ

ટ્રમ્પે કેપિટલહિલમાં ભાષણ આપતી વખતે દાવો કર્યો છે કે, અમેરિકાએ અન્ય દેશો સાથે જે ડીલ કરી છે, તેમાં ટેરિફની અસર પ્રભાવશાળી સાબિત થઈ છે. તેમણે ફરી કહ્યું છે કે, એક સમયે અન્ય દેશો અમેરિકાને આર્થિક નુકસાન પહોંચાડતા હતા, જોકે તેમણે હસ્તક્ષેપ કર્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે દાવો કર્યો છે કે, અમેરિકા સાથે ડીલ કરનારા દેશોની આવકમાં ઘટાડો થવા છતાં તેઓ આપણી સાથે સમજૂતી કરીને સંતુષ્ટ હતા.

ટેરિફ ઈન્કમ ટેક્સની જગ્યા લેશે?

ટ્રમ્પે ભાષણમાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાને ટેરિફથી એટલી બધી આવક થશે કે, તે ધીમે-ધીમે ઈન્કમ ટેક્સની જગ્યા લઈ શકે છે. તેમણે તર્ક આપ્યો છે કે, અન્ય દેશો અમેરિકા પાસેથી ફાયદો ઉઠાવી રહ્યા હતા. હવે તેઓ આપણને અબજો ડોલર આપશે, જેનાથી અમેરિકન જનતા પર ટેક્સ બોજ ઘટશે.

ટ્રેડ ડીલ કરનારા દેશો જૂના ટેરિફથી સંતુષ્ટ

અમેરિકન પ્રમુખે ફરી કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ભલે તેમના જૂના ટેરિફ રદ કરી દીધા હોય, પરંતુ તેમણે જે દેશો સાથે ટ્રેડ ડીલ કરી હતી, તે દેશો હજુ પણ જૂના ટેરિફની સમજૂતી માનવા તૈયાર છે. આ સાથે તેમણે ફરી ચેતવણી આપી છે કે, જે દેશો અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો લાભ ઉઠાવીને રમત રમવાનો પ્રયાસ કરશે અથવા અમેરિકાને લૂંટશે તો તેમના પર પહેલાથી વધુ ભારે ટેરિફ ઝિંકવામાં આવશે.

આ પણ વાંચો : ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: PM મોદીના ઈઝરાયલ પ્રવાસ અને નેતન્યાહૂના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ

સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને આપ્યો હતો મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી નેશનલ ઈમર્જન્સી પાવર એક્ટ હેઠળ દુનિયાના લગભગ બધા દેશો પર ‘રેસિપ્રોકલ’ ટેરિફનું શસ્ત્ર ઉગામીને આખા વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. પરંતુ હવે એક વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) આદેશ આપ્યો છે કે, અમેરિકન બંધારણમાં ટેરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે. પ્રમુખ ટ્રમ્પને ટેરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. આથી, ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6-3ની બહુમતીથી આ ચૂકાદો આપતા ટ્રમ્પની આક્રમક વિદેશ અને વેપાર નીતિને મોટો ફટકો પહોંચાડયો છે. જોકે, ટ્રમ્પે ટેરિફ મારફત દુનિયાભરમાંથી ડિસેમ્બર 2025 સુધીમાં 133 અબજ ડોલર અમેરિકાના ખજાનામાં ઠાલવ્યા છે. આ રકમ કંપનીઓને રીફન્ડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ ફોડ પાડયો નથી. બીજીબાજુ અમેરિકાના નાના ઉદ્યોગોએ ઝડપથી રીફન્ડ મળવાની આશા વ્યક્ત કરી છે. આ ચૂકાદાથી અમેરિકાના આયાતકારોને લાભ થયો છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો છતાં ટ્રમ્પે 15 ટકા ગ્લોબલ ટેરિફ ઝિંક્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે દુનિયા પર નાંખેલા ટેરિફને ગેરકાયદે ઠેરવતા અમેરિકન આયાતકારો અને વિશ્વને ટ્રમ્પના ટેરિફની ચુંગાલમાંથી છુટવાની રાહત મળશે તેવી આશા જાગી હતી. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તુરંત જ પ્રમુખ ટ્રમ્પે 10 ટકા ગ્લોબલ ટેરિફ (Global Tariff) ઝીંકી બધાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડાજ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને 15 ટકા કરી નાખ્યો હતો. સુપ્રીમના આદેશ છતાં ટ્રમ્પે કહ્યું કે, કશું જ બદલાયું નથી. ભારતે ટેરિફ આપવો જ પડશે અને અમેરિકા ટેરિફ નહીં જ આપે. હું જે ઈચ્છું તે કરી શકું છું. જોકે, ભારત માટે રાહત વાત એ છે કે અમેરિકા સાથે વેપાર સોદામાં લગાવાયેલો 18 ટકા ટેરિફ હવે 15 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : ઇઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યાં, ગાર્ડ ઓફ ઓનર અપાયું



Source link

Related Articles

Back to top button