दुनिया

‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીંતર કરોડો લોકો માર્યા ગયા હોત..’, US સંસદમાં બોલ્યા ટ્રમ્પ | Trump State of the Union 2026: Tariffs to Replace Income Tax



Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધનમાં અર્થતંત્ર અને વિદેશ નીતિને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફના નિર્ણયને રદ કરવામાં આવ્યા હોવા છતાં, ટ્રમ્પે નવા ‘ગ્લોબલ ટેરિફ’ દ્વારા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં જ કહ્યું હતું કે મેં 8 યુદ્ધ અટકાવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ મેં જ અટકાવ્યું. નહીંતર બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ છંછેડાયું હોત. મને પાકિસ્તાની પીએમએ કહ્યું હતું કે તમે સારું કર્યું આ યુદ્ધ અટકાવી દીધું નહીંતર કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હોત. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે જો મેં હસ્તક્ષેપ ના કર્યું હોત તો 3 કરોડથી વધુ લોકો માર્યા ગયા હોત. 

ટેરિફને ગણાવ્યો ઇનકમ ટેક્સનો વિકલ્પ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતા એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, “વિદેશી દેશો દ્વારા ચૂકવવામાં આવતા આ ટેરિફ આપણા દેશમાં ઇનકમ ટેક્સની આધુનિક પ્રણાલીનું સ્થાન લેશે. જેનાથી અમેરિકન નાગરિકો પરથી ટેક્સનો મોટો આર્થિક બોજ ઓછો થશે.” ટ્રમ્પના મતે, જે દેશો દાયકાઓથી અમેરિકાને ‘લૂંટી’ રહ્યા હતા, તેઓ હવે અબજો ડોલરની ચૂકવણી કરી રહ્યા છે અને તેમ છતાં તેઓ ખુશ છે કારણ કે નવા કરારો થઈ ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રહાર અને વળતો જવાબ

તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે 6-3 ના બહુમતીથી ટ્રમ્પ દ્વારા IEEPA (International Emergency Economic Powers Act) હેઠળ લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ઠેરવી રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ માટે સંસદની મંજૂરી જરૂરી છે. આ નિર્ણયને ટ્રમ્પે ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યો હતો. જોકે, કોર્ટના આ આંચકાના 24 કલાકની અંદર જ ટ્રમ્પે પોતાની સત્તાનો ઉપયોગ કરી ગ્લોબલ ટેરિફને 10% થી વધારીને 15% કરી દીધો છે. તેમણે ચેતવણી આપી કે જો નવા સોદા નહીં થાય, તો તેઓ કાયદેસર રીતે વધુ કડક ટેરિફ લાદી શકે છે.

અર્થતંત્ર અને સરહદ સુરક્ષા પર મોટી સફળતાના દાવા:

ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના શાસનમાં મોંઘવારી છેલ્લા 5 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. તેમણે નીચે મુજબના આંકડા રજૂ કર્યા હતા:

ચૂંટણી પછી શેરબજારે 53 વાર સર્વકાલીન ઉચ્ચ સપાટી (All-time High) સ્પર્શ કરી છે.

પ્રથમ વર્ષમાં જ 18 Trillion USD નું રોકાણ આકર્ષિત કર્યું છે.

અમેરિકા-મેક્સિકો સરહદ પર ફેટાનાઇલ ડ્રગ્સની તસ્કરીમાં 56% નો ઘટાડો થયો છે.

તેમણે ‘Drill, Baby, Drill’ ના વાદા સાથે તેલ અને ગેસના ઉત્પાદનમાં પણ વૃદ્ધિનો દાવો કર્યો છે.

રમતગમત અને સન્માન

સંબોધન દરમિયાન ટ્રમ્પે અમેરિકન પુરૂષ હોકી ટીમના ગોલકીપર કોનર હેલેબ્યુકને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’ આપવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ 2026 વિન્ટર ઓલિમ્પિકના ફાઈનલમાં કેનેડાને હરાવીને 46 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે.



Source link

Related Articles

Back to top button