दुनिया

અમેરિકા-ઈરાન વિવાદમાં ચીનની એન્ટ્રી ! તેહરાનને આપશે ભયાનક હથિયાર | China Iran Missile Deal: Tehran to Acquire CM 302 Supersonic Missiles Amid US Tension



China-Iran Defense Deal : અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. પરમાણુ કાર્યક્રમથી ગુસ્સે થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપ્યા બાદ, અમરાડામાં યુદ્ધ જહાજ સાથે વિશાળ સેના તહેનાત કરી દીધી છે, તો બીજીતરફ ઈરાને પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને ચીન સાથે ઐતિહાસિક ‘અત્યાધુનિક સમજૂતી’ કરી છે. 

ઈરાન ચીન પાસેથી ખતરનાક મિસાઈલ ખરીદશે

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન ચીન સાથે એક મોટો સંરક્ષણ સોદો કરવાની નજીક પહોંચી ગયું છે. ઈરાને ચીન પાસેથી અત્યાધુનિક CM-302 સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ ખરીદવાની તૈયારીઓ શરૂ દીધી છે. ચીન દ્વારા બનાવાયેલી CM-302 મિસાઈલ ખરીદવાની સમજૂતી લગભગ પૂર્ણ થવા આવી છે, જોકે હજુ ડિલિવરીની તારીખ નક્કી થઈ નથી.

આ પણ વાંચો : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ફરી હુમલો! બોર્ડર પર 5 જગ્યાઓએ ભારે ગોળીબાર

CM-302 મિસાઈલની ખાસીયત

ચીન દ્વારા બનાવાયેલી CM-302 મિસાઈલની ખાસીતયની વાત કરીએ તો, આ મિસાઈલમાં 290 કિલોમીટર દૂર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. તેનામાં ઓછી ઊંચાઈ પર ઝડપી ગતિએ ઉડવાની ખુબી છે. આ ઉપરાંત જહાજોની સંરક્ષણ સિસ્ટમને ચકમવો આપી શકે તે રીતે ડિઝાઈન કરાઈ છે. નિષ્ણાતોનું કહેવું છે, જો ઈરાન આ મિસાઈલ તહેનાત કરશે તો તેની ક્ષમતામાં મોટો વધારો થવાનો છે. આનાથી અમેરિકન સેના સામે ખતરો વધી શકે છે.

…તો મિસાઈલ ગેમચેન્જર સાબિત થશે

ઈરાન-ચીન વચ્ચે મિસાઈલ ડીલ કરવા માટે બે વર્ષથી વાતચીત ચાલી રહી હતી, જોકે જૂનમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયા બાદ ડીલની વાતચીત સફળ થઈ હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાનના વરિષ્ઠ સંશોધનકર્તા અને પૂર્વ ગુપ્તચર અધિકારી ડૈની સિટ્રિનોવિચે કહ્યું કે, જો ઈરાન પાસે જહાજો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવતી સુપરસોનિક ક્ષમતા આવી જશે તો તે ગેમચેન્જર સાબીત થશે. આ મિસાઈલોને રોકવી ઘણી મુશ્કેલ છે.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ



Source link

Related Articles

Back to top button