दुनिया

ઈરાન પર હુમલા પહેલા અમેરિકામાં ટ્રમ્પ VS સેના! જનરલ કેનના નિવેદન બાદ ખળભળાટ | donald trump iran war split us military generals 2026



Iran America War : શું ઈરાન પર હુમલો કરવો જોઈએ કે નહીં, તે બાબતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ફૂટ પડી છે? આ સવાલ હાલ અમેરિકી મીડિયામાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. જોકે, સોમવાર, 23 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે તે અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીએ તેમને ઈરાન વિરુદ્ધ મોટા સૈન્ય અભિયાનના જોખમો વિશે ચેતવણી આપી છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો યુદ્ધ થશે તો અમેરિકા સરળતાથી જીતી જશે.

જનરલ ડેન કેન સાથે કોઈ મતભેદ નથી: ટ્રમ્પ

અમેરિકી મીડિયાએ દાવો કર્યો હતો કે, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેનએ ઈરાન પર હુમલા સાથે જોડાયેલા અનેક જોખમો વિશે ચેતવણી આપી હતી. તેમના મતે, આ હુમલો લાંબા સંઘર્ષમાં પરિણમી શકે છે. પરંતુ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, જનરલ કેન ઈરાન સાથેના યુદ્ધની વિરુદ્ધ છે તે વાત “100 ટકા ખોટી” છે. ટ્રમ્પે ઉમેર્યું કે જનરલ કેન પણ અન્ય લોકોની જેમ યુદ્ધ ઈચ્છતા નથી, પરંતુ જો સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે, તો તેઓ માને છે કે અમેરિકા જ વિજયી થશે.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડને મળવા આવ્યો ને મોત મળ્યું! આ રીતે ઠાર થયો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ માફિયા અલ મેન્ચો

અમેરિકી મીડિયાના દાવા શું છે?

અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોએ સૈન્ય અધિકારીઓની ચિંતા અંગે અલગ-અલગ અહેવાલો આપ્યા હતા:

ધ વોશિંગ્ટન પોસ્ટ: જનરલ કેને વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં ચિંતા વ્યક્ત કરી હતી કે હથિયારોની અછત અને સાથી દેશોના ઓછા સમર્થનથી અમેરિકી સૈનિકોનું જોખમ વધી શકે છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલ: ટોચના અધિકારીઓએ અમેરિકી અને સાથી દેશોના સૈનિકોની જાનહાનિ અને અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડવા જેવી ચેતવણી આપી હતી.

એક્સિયોસ: જનરલ કેને કહ્યું હતું કે અમેરિકા લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષમાં ફસાઈ શકે છે.

એક્સિયોસે એમ પણ જણાવ્યું કે, ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશ્નરે પણ રાષ્ટ્રપતિને હુમલો કરતા પહેલા મુત્સદ્દીગીરીને (Diplomacy) તક આપવા કહ્યું હતું. જોકે, ટ્રમ્પે મીડિયા પર ખોટા અહેવાલો ફેલાવવાનો આરોપ લગાવ્યો અને સ્પષ્ટ કર્યું કે, “અંતિમ નિર્ણય મારો જ હશે.”

યુદ્ધના ભણકારા અને સૈન્ય તૈનાતી

ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન સાથેની વાટાઘાટો સફળ નહીં થાય, તો તેઓ ફરીથી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. હાલમાં અમેરિકાએ મધ્ય પૂર્વ (Middle East) માં મોટી સૈન્ય તાકાત તૈનાત કરી છે. જેમાં મુખ્યત્વે બે એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ), અનેક યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ્સ, અન્ય સૈન્ય સંસાધનો અને શસ્ત્રોનો સમાવેશ થાય છે. 



Source link

Related Articles

Back to top button